સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

જામકંડોરણા ખાતે પંચાયત વિભાગ હસ્તકના વિકાસના જુદા જુદા કામોનુ લોકાર્પણ અને ખાતુમુહુર્ત તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.૨૪ કરોડના ખર્ચે જુથ સુધારણા યોજનાના કામનુ ખાતમુહુર્ત કરતા યુવા મંત્રી જયેશભાઈ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જામકંડોરણા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે પંચાયત અને પાણી પુરવઠા વિભાગ વિવિધ યોજનાકીય કામ નો રૂપિયા 24 કરોડ ના કામનું  ખાતમુરત કરવામાં આવ્યું હતું

  આ પ્રસંગે યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે મારા પૂજ્ય પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા એ જામકંડોરણા તાલુકા માટે ખૂબ જ સંઘર્ષ કરીને પછાત ગામમાંથી બહાર લાવી આજે જામકંડોરણા નો મોટો વિકાસ કર્યો છે જેમના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકાર ના માધ્યમથી રૂપિયા ૨૪ કરોડની ગ્રાન્ટ ના વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું
  આ પ્રસંગે રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન અને ભાજપના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ જસમતભાઈ કોયાણી માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર તેમજ સરકારી અધિકારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(9:19 pm IST)