સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

જામનગરમાં ખાણીપીણીની લારી પર બે શખ્સોએ આતંક મચાવ્યો : લાખોટા તળાવ નજીક સમીસાંજે લારીધારકને ધમકી આપી તોડફોડ

લોકોમાં ભયનો માહોલ ફેલાયો: સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

જામનગરમાં ખાણીપીણીની લારી પર બે શખ્સોએ આતંક મચાવ્યો હતો. શહેરના લાખોટા તળાવ નજીક સાંજે બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લારીધારકને ધમકી આપી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, સમગ્ર બનાવ પાછળનું કારણ અકબંધ છે.અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.( તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(7:50 pm IST)