સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

ધોરાજી નેશનલ હાઈવે ભુખી ચોકડી પાસે ટ્રાવેલ્સની બસ ચાલકે બાઈક ચાલકને હડફેટ લેતા એકને ઈજા : હોસ્પિટલે ખસેડાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ના પોરબંદર નેશનલ હાઈવે ભૂખી ચોકડી ખાતે ટ્રાવેલ્સની બસ અને બાઇક વચ્ચે અકસ્માત સજાતા આ બનાવ મા બાઇક ચાલક ખેડુતસૂરેશ ભાઈ છગનભાઈ ઉવ 50 ને ગંભીર ઈજા થતાં સારવાર મા હોસ્પિટલ ખસેડાયેલા છે
ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર અકસ્માત નો બનાવ બનતાં લોકો મોટી સંખ્યામાં ભેગા થય ગયેલ હતાં ઈજાગ્રસ્ત ને સારવાર મા હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બનેલ હતાં આ બનાવ સ્થળે સ્થાનીક રહીશો એ જણાવ્યું હતું કે ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર અવારનવાર ગંભીર અકસ્માત ના બનાવો બની રહ્યા છે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ના તંત્ર વાહકો દ્વારા અકસ્માત ના બનાવો બનતા અટકે તે માટે ટાફીક સકલ બંને રોડ સાઈડ ના સર્વીસ રોડ કે ઓવરબ્રીજ બનાવવાં ની કામગીરી કરવા મા આવતી નથી અવારનવાર રજૂઆત કરવા છતા નક્કર કાયવાહી નહી કરાતા લોકો મા રોષ યાપી ગયેલ છે. તંત્ર વાહકો દ્વારા ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત ના બનાવો બનતા અટકે તે પહેલાં નક્કર કાયવાહી ની માગણી કરાઈ છે.

(7:05 pm IST)