સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

ધોરાજીના જમાદાર વાડી, વિસ્તારમાં ગંદા પાણી નિકાલ માટે ભૂગર્ભ ગટર, બિસ્માર રોડની સમસ્યા હલ કરવા લોક માંગ ઉઠી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ના બહારપૂરા વિસ્તારમાં આવેલ જમાદાર વાડી, અબ્દુલ કાદીર સોસાયટી વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગભ ગટર ન હોવાથી રહીશોને ભારે પરેશાન થવૂ પડે છે ગંદા પાણીના નિકાની યવસથા બિસ્માર રસ્તા ઓ તથા જાહેર સ્ટીટ લાઈટોની સમસ્યા હલ કરવા લોક માગણી ઉઠવા પામી છે
આ અંગે સ્થાનીક રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારની ગંદા પાણીના નિકાલ માટે ભૂગભ ગટર, બિસ્માર રસ્તા,જાહેર સ્ટીટ લાઈટોની કામગીરી શરૂ કરવા માટે અવારનવાર નગરપાલિકા ના તંત્ર વાહકોને રજૂઆત કરવા છતા નક્કર કાયવાહી નહી કરાતા રોષ યકત કરાયો છે તંત્ર વાહકો દ્વારા ભૂગભ ગટર,બિસ્માર રસ્તા, લાઈટની સમસ્યા હલ નહી કરાઈ તો આદોલનની ચીમકી અપાઇ છે.

(6:52 pm IST)