સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે કોરોનાની રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ ડો. જયેશ વસેટીયને રસી લઇ પ્રારંભ કરાવ્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી;ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે કોરોનાની રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ ડો. જયેશ વસેટીયને રસી લઇ પ્રારંભ કરાવેલ છે
 સમગ્ર વિશ્ર્વમાં કોરોના એ હાહાકાર મચાવેલ છે. તેમાંથી બચવા સમગ્ર વિશ્ર્વમાં પ્રથમ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાત્કાલીક રસીકરણ ચાલુ કરાવેલ હતુ. તેના ભાગ રુપે ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે કોરોનાના રસીકરણનો પ્રારંભ થએલ છે.
આ તકે ડે. કલેકટર જી.બી. મીયાણી, , મામલતદાર કે.ટી. જોલપરા, બ્લોક હેલ્પના ડો. પુનીત વાછાણી, ડો. રાજ, ડો. અંકીતાબેન પરમાર  તેમજ શહેરની સરકારી હોસ્પીટલના સ્ટાફ અને ખાનગી હોસ્પીટલના ડોકટરોએ આજે સવારથી સાંજના પ વાગ્યા સુધી રસીકરણ ચાલુ કરાવેલ છે.અત્યાર સુધી રસીકરણમાં કોઇપણ જાતની આડ અસર થએલ નથી

(6:29 pm IST)