સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

ધોરાજીમાં બ્લુ સ્ટાર સીનેમા પાસે રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમાં છ વ્યકિતઓને ઇજા : બે ગંભીર

બે વ્યકિતને માથામાં ગંભીર ઇજાઓ થતા જુનાગઢ રીફર કરાયા

ધોરાજીમાં બ્લુ સ્ટાર સીનેમા પાસે રીક્ષા અને બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ વ્યકિતઓને ઇજા થયેલ હતી. જેમાં બે ને ગંભીર હાલતમાં જુનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

  આ અંગે મળતી વિગતો અનુસાર ધોરાજીમાં બ્લુસ્ટાર સીનેમા પાસે વીમલ મારબલના કારખાના નજીક ગત સાંજે 8/30 કલાકની આસપાસ રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા તેમાં કુલ 6 વ્યકિતને ઇજાઓ થતા જેઓને ધોરાજી સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લવાયા હતા.જેમાં સીરાજ બોદુ ભટ્ટી (રહે. ધોરાજી), સાજીદ હનીફભાઇ (ધોરાજી) અને હનીફભાઇ આદમભાઇ મારફાણીયા (ઉ.વ. 6પ) (રહે અલીનગર ધોરાજી), ભાવેશભાઇ નાથાભાઇ ઠાકોર (રહે. કૈલાશનગર ધોરાજી) તથા લક્ષ્મીબેન નાથાભાઇ ઠાકરો ને ઇજાઓ થએલ હતી.જેમાં બે વ્યકિતને માથામાં ગંભીર ઇજાઓ થતા જુનાગઢ રીફર કરાયા હતા.આ બનાવ અંગે બીટ જમાદાર ભીમજીભાઇ ગંભીર તપાસ ચલાવી રહેલ છે.

(6:19 pm IST)