સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

જુનાગઢ નોબલ જયોત તપોવન કેન્દ્રનો ઉદઘાટન સમારોહ : વિનામૂલ્યે તાલીમ અપાશે

જુનાગઢ તા.૧૯ : એકલવ્ય ફાઉન્ડશેન અને નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુશન્સના સંયુકત ઉપક્રમે ચીલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર સંલગ્ન નોંબલ જયોત તપોવન કેન્દ્રનો ઉદઘાટન કાર્યક્રમ નોબલ કોલેજ ભેસાણ રોડ ખાતે યોજવામાં આવેલ હતો.

જેમાં સમાજની શ્રેષ્ઠતમ માનવ અધુરપને પુર્ણ કરવા સગર્ભા મહિલાઓના પ્રશિક્ષણ માટેનું સમ્ફે સોરઠ અને જુનાગઢ જિલ્લામાં એક માત્ર પ્રશિક્ષણ કેન્દ્ર નોબલ જયોત તપોવન કેન્દ્રનો શુંભારંભ થયો આ કેન્દ્રમાં સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ચીલ્ડ્રન્સ યુનિવસિટી ગાંધીનગરના કુલપતિ શ્રી હર્ષદભાઇ શાહ, ભકત કવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. ચેતન ત્રિવેદી તેમજ ડો. વિના દેસાઇ .પસ્થિત રહયા હતા. આ સમારોહના અધ્યક્ષ સ્થાને બંને સંસ્થાઓના પ્રમુખ શ્રી નિલેશભાઇ ધુલેસીયા રહયા હતા. તેમજ વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ગીરીશભાઇ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વી.પી. ત્રિવેદી, કો.મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કે.ડી. પંડયા, તેમજ ડો. મનીષ ત્રિવેદી, પાર્થ કોટેચા, પાર્થ ધુલેસીયા તેમજ ચેતન શાહ વગેરે ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહયા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:25 pm IST)