સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

સૌરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો યથાવત : નલીયા ૬.૫ ડિગ્રી

કેશોદ ૧૦.૨, રાજકોટમાં ૧૩.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં રાહત છે. જ્યારે કચ્છના નલીયામાં લઘુત્તમ તાપમાન ૬.૫ ડિગ્રી નોંધાયું છે.

આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૩.૩ ડિગ્રી, કેશોદમાં ૧૦.૨ ડિગ્રી નોંધાયું છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે ત્યાર બાદ વાતાવરણ હુંફાળુ બની જાય છે અને બપોરના સમયે અસહ્ય તાપ સાથે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે.

કયાં કેટલી ઠંડી

શહેર          લઘુત્તમ તાપમાન

અમદાવાદ    ૧૫.૨ ડિગ્રી

ડીસા          ૧૨.૮ ,,

વડોદરા       ૧૬.૦ ,,

સુરત         ૧૬.૨ ,,

રાજકોટ       ૧૩.૩ ,,

કેશોદ         ૧૦.૨ ,,

ભાવનગર     ૧૬.૩ ,,

પોરબંદર     ૧૨.૪ ,,

વેરાવળ       ૧૬.૭ ,,

દ્વારકા         ૧૬.૪ ,,

ઓખા         ૧૭.૬ ,,

ભુજ           ૧૨.૭ ,,

નલીયા        ૬.૫   ,,

સુરેન્દ્રનગર    ૧૫.૦ ,,

ન્યુ કંડલા     ૧૩.૫ ,,

કંડલા એરપોર્ટ     ૧૩.૧       ,,

અમરેલી      ૧૩.૬ ,,

ગાંધીનગર    ૧૨.૨ ,,

મહુવા         ૧૪.૧ ,,

દિવ          ૧૩.૬ ,,

વલસાડ       ૧૧.૫ ,,

વલ્લભ વિદ્યાનગર ૧૫.૦       ,,

 

(2:13 pm IST)