સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

આજથી ૧૩૩ વર્ષ પુર્વે ટ્રેન જુનાગઢમાં પ્રવેશી હતી

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા., ૧૯: એ સમય હતો જુનાગઢના નવાબ મહોબતખાનજીથી વિકાસની શરૂઆત થઇતી. જેમાં રેલ્વે વ્યવહાર પણ વિકસીત કરવામાં આવયો પણ ત્યારે તે સગીર વયના હતા અને ૧૮૬૨ પછી તેઓએ સ્વતંત્ર રાજયની ધુરા સંભાળી તેમના સમયમાં રેલ્વે લાઇન રાજકોટથી ધોરાજી સુધી આવેલી અને એ લાઇનનું જુનાગઢ સુધી જોડાણ થાય તેવી યોજના તેમણે ૧૮૬૭માં તૈયાર કરાવી.

એ ડબલ્યુ ફો. નામના અધિકારીએ ધોરાજી-જુનાગઢ રેલ્વે લાઇનનો સર્વે કર્યો એ માટે જુનાગઢ-ધોરજી પાકો રસ્તો બાંધવામાં આવ્યો સાથે તારની લાઇન પણ નાખવામાં આવી.

દરમિયાન ભાવનગર-ધોરાજી લાઇન થતા આ યોજના પડતી મુકવામાં આવી અને જેતલસર-જુનાગઢ લાઇન નાખવા રાજયે નિર્ણય કર્યો અને ગોંડલના રેલ્વે એન્જીનીયર ડેન્ડાર ફાલ્ડ અને નિ. નોકસનને આ કામ સોંપાયુ અને સર્વે પુરો થતા ઇ.સ. ૧૮૮૬ના ડીસેમ્બરની ૧૧ મી તારીખે જેતલસર-વેરાવળ લાઇનનું ખાતમુહુર્ત મુંબઇ ગર્વનર લોર્ડ-રેના હસ્તે કરાયું આ કામ પુરૂ થતા તા.૩૦-૧૨-૧૮૮૭ના રોજ જેતલસરથી ઉપલડેલી  જીલ્લા માટેની પ્રથમ રેલ્વે ટ્રેન રાજયની હદ રેલ્વેના ચોકી રેલ્વે સ્ટેશન પ્રવેશ કર્યો અને વધામણા વિધિ લોર્ડ -રેના હસ્તે કરાઇ ત્યાર બાદ એક વરસની કામગીરી અંતે તા.૧૯-૧-૧૮૮૮ના દિવસે રેલ્વે ટ્રેનનો જુનાગઢ સ્ટેશનના પ્રથમ પ્રવેશ થયો અને નવાબ તથા પ્રજાજનોએ અદુભત સ્વાગત કર્યુ.

રેલ્વે સ્ટેશનથી લઇ આખુ શહેર, દુકાનો, ચોક, શેરીઓ તથા મકાનો સોળે શણગાર સજયા હતાં. ઉત્સાહનો પાર ન હતો નગરશેઠ કાનજીભાઇ લવાભાઇ, સ્વર્ગસ્થ બચુભાઇ દાદાની પેઢીએ વિદેશી કાચના સોહામણા કાચથી મઢેલાં ફાનસોથી કલાત્મક રીતે શહેર શણગારાયું હતું.

જુનાગઢ શહેરમાં પહેલી વખત આગગાડીએ વ્હીસલ મારી એ દિવસ હતો ૧૯ જાન્યુઆરી ૧૮૮૮ સવંત ૧૯૪૪ મહાવદ છઠ્ઠ ગુરૂવારના દિવસે બપોરના ત્રણ વાગ્યે ધામધુમથી જુનાગઢ રેલ્વેનું આગમન થયું.

એ સમયના ઇતિહાસને શબ્દસ્થ કરનાર જુનાગઢના નૌતમભાઇ દવે અને પરીમલ રૂપાણીના જ શબ્દોમાં કહીએ તો રેલ્વે સ્ટેશનથી જુનાગઢના નવાબ બહાદુરખાનજીએ ભવ્ય અને શાહી સ્વારીમાં હાથી ઉપર ભવ્ય અંબાડી બિછાવી તેમાં બિરાજમાન કરાવી રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જુનાગઢ શહેર અને રાજમહેલને રોશની અને ધજાપતાકાઓથી શણગારવામાં આવ્યો હતો.

પ્રથમ ટ્રેન વરાળ સીસ્ટમ હોઇ ધુમાડાના ગોટે-ગોટા કાઢતી અને ભક-છુક-ભક-છુક અને ધ્રુજાવનારી તેની વ્હીસલ એ જમાનામાં આશ્ચર્યજનક ઘટના હતી. આવી આગગાડીઓ હિન્દી પડદા ઉપર પણ ખુબ ચમકી છે. 'સવેરે વાલી ગાડી સે ચલે જાયેંગે', 'ગાડી બુલા રહી હે સીટી બજા રહી હૈ', 'રેલગાડી ...રેલગાડી' બાળકો કતારબંધ ઘર ઘરમાં પણ દોડી રેલ્વેટ્રેનની રમતો રમતાં એવું હતું ટ્રેન આકર્ષણ.

જુનાગઢ જીલ્લામાં બિછાવાયેલ રેલ્વે લાઇન વિગત

(12:48 pm IST)