સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

વેરાવળ-અમદાવાદ અને પોરબંદર-મુઝફફરનગર વચ્ચે દોડશે સ્પેશ્યલ ટ્રેનઃ ૨૦મીથી બુકીંગ

રાજકોટ, તા. ૧૯ :. મુસાફરોની સુવિધા માટે રેલ્વે દ્વારા ૨૧મી જાન્યુઆરીથી નવી સૂચના ન આવે ત્યાં સુધી વેરાવળ-અમદાવાદ અને પોરબંદર-મુઝફફરપુર વચ્ચે બે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામા આવશે તેવુ સિનીયર ડીસીએમ અભિનવ જૈફએ જણાવ્યુ હતુ.

ટ્રેન નંબર ૦૯૨૫૭/૦૯૨૫૮ વેરાવળ-અમદાવાદ સુપર ફાસ્ટ દરરોજ વેરાવળથી રાત્રે ૯.૫૦ વાગ્યે ઉપડી મધરાત્રે ૧.૧૮ કલાકે રાજકોટ પહોંચશે અને સવારે ૫.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. વળતી ટ્રીપમાં ટ્રેન નં. ૦૯૨૫૭ અમદાવાદ-વેરાવળ ૨૨ જાન્યુઆરીથી દરરોજ રાત્રે અમદાવાદથી ૧૦.૧૦ વાગ્યે ઉપડી મધરાત્રે ૨.૦૫ વાગ્યે રાજકોટ અને બીજા દિવસે સવારે ૬ વાગ્યે વેરાવળ પહોંચશે. બન્ને તરફ ટ્રેન ચોરવાડ રોડ, માળીયાહાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ, ભકિતનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશન ઉપર રોકાશે.

ટ્રેન નં. ૦૯૨૬૯/૦૯૨૭૦ સપ્તાહમાં બે દિવસ ગુરૂ અને શુક્રવારે પોરબંદરથી સાંજે ૭.૪૦ વાગ્યે ઉપડી તે દિવસે રાત્રે ૧૧.૪૧ વાગ્યે રાજકોટ અને ત્રીજા દિવસે રાત્રે ૮.૦૯ કલાકે મુઝફફરપુર પહોેંચશે. આવી જ રીતે વળતી ટ્રેન ૦૯૨૭૦ મુઝફફરપુર-પોરબંદર સ્પેશ્યલ ટ્રેન ૨૪મીથી દર રવિવારે અને સોમવારે મુઝફફરપુરથી બપોરે ૩.૧૫ વાગ્યે ઉપડી ત્રીજા દિવસે સવારે ૯.૧૯ કલાકે રાજકોટ અને બપોરે ૧.૪૫ વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેનો બન્ને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલીરોડ, પાલનપુર, આબુરોડ, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી જંકશન, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાય રોહીલા, દિલ્હી જંકશન, મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનઉ, ગોન્ડા જંકશન, ગોરખપુર, સિસ્વા બાજાર, બગહા, નરકટીયાગંજ, બેતીયા, સગૌલી, બાપુધામ મોતીયારી, ચકીયા અને મેહસી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નં. ૦૯૨૫૭/૦૯૨૫૮ અને ૦૯૨૬૯ની ટીકીટોનું બુકીંગ ૨૦ જાન્યુઆરીથી પીઆરએસ કાઉન્ટરો ઉપર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખુલશે. આ ટ્રેનોમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર કલાસ તથા જનરલ શ્રેણીના રીઝર્વ કોચ રહેશે.

(12:46 pm IST)