સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

ખંઢેરા ગામે દારૂના જથ્થા સાથે ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરમણભાઈ રામાભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, ખંઢેરા ગામે બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર આરોપી રાજુભાઈ નરસુભાઈ ડામોર, રે. દાહોદ વાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં રોયલ બાર પ્રેસટીઝ ગ્રૈન, વ્હીસ્કી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની પ્લાસ્ટીકની શીલબંધ બોટલો નંગ–૬૮, જેની કિંમત રૂ.ર૭,ર૦૦/– નો મુદામાલ તથા બોલેરો પીકઅપ ગાડી જેના રજી.નં.જી.જે.–૦૭–વાય.ઝેડ–૧૭પ૦ જેની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/– મળી મુદામાલ રૂ.૪,ર૭,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બુટાવદર જુગાર રમતા પાંચ ઝડપાયા : એક ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૌશીક દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, બુટાવદર ગામે આરોપી મેઘજી હીરાભાઈ મકવાણા, જેન્તી ખીમાભાઈ વેગળા, હસમુખ દિનેશભાઈ મકવાણા, નરેશ ઝીકાભાઈ મકવાણા, અશોક અમરાભાઈ મકવાણા, રે. બુટાવદરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૬૯૦ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી ખુમાનસિંહ ધીરૂભા જાડેજા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:02 pm IST)