સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

૧૮ લાખનું વિજ બીલ ચડત થઇ જતા જોડિયામાં ૧ મહિનાથી સ્ટ્રીટલાઇટ બંધ

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૧૯: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં જોડિયા શહેરમાં આજે એક મહિનાથી જોડિયા ગામમાં સ્ટ્રીટલાઈટો બંધ છે. ગામની મુખ્ય બઝારમાં તેમજ શેરી ગલીઓમાં આખા ગામમાં એક મહિનાથી સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી ગ્રામજનો પરેશાની ભોગવી રહયા છે.

જોડિયા શ્રી ગ્રામ પંચાયતના સરપંચશ્રીના સંપર્ક કરતા તેવોએ જણાવેલ કે ઉપરથી જ સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળવી જોઈ જ નહીં મળતા જોડિયા જી. ઈ.બી.ના ગ્રામ પંચાયતના અઢાર લાખ રૂપિયા ચડત થઈ જતા આજે એક માસ થી જોડિયામાં સ્ટ્રીટલાઈટ બંધ છે તેમજ આ અંગે જોડિયા ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , તેમજ ઉચ્ચ અધિકારી ને લેખિત રજુવાત કરવામાં આવેલ છે તેમ સરપંચશ્રી નયનાબેન વર્માએ જણાવેલ.

હાલ તો આજે એક માસથી જોડિયામાં અંધારપટ છે. મોટી ઉંમરના લોકો રાત્રે પડી પણ જાય છે . આ છે જોડિયા તાલુકાની દૂર્દશા વહેલી તકે જોડિયા શહેરમાં સ્ટ્રીટલાઈટ શરૂ થાય એવી જોડિયાના નગરજનોની બુલંદ માંગણી ઉઠેલ છે.

(12:02 pm IST)