સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

વાંકાનેરના સમથેરવાની સીમમાંથી ૧૮.રર લાખનો દારૂ ઝડપાયો

૪૦પ પેટી દારૂ-૧૦ લાખનો ટ્રક સહિત રૂ. ર૮.રપ લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૯ :.. વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં રૂ. ૧૮.રર લાખનો દારૂ - ટ્રક સહિત રૂ. ર૮.રપ લાખનો મુદામાલ આર. આર. સેલ.ની ટીમે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા માત્ર ૧૪ કિલો મીટર ગામની સીમમાં રાજકોટ રેંજ આઇજીની ટીમે ઓચિંતો દરોડા પાડતા ઇગ્લીશ દારૂ પેટી ૪૦પ ત્થા આખો ટૂંક સાથે રૂ. ર૮ લાખનો મુદામાલ મોડી રાત્રે દરોડો પાડીને ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં દારૂનું કટિંગ થવાનું છે તેવી ચોક્કસ બાતમી આર.આર.સેલની ટીમને મળી હતી જેના આધારે આરઆરસેલની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા હાલમાં ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર મળી આવ્યું છે જેથી કરીને વાંકાનેરમાં પોલીસ સ્ટેશન ખાતે કન્ટેનરને લઇ આવીને હાલમાં દારૂનો જથ્થો ઉતારવા માટેની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ આ દારૂનો જથ્થો પાટડી તાલુકાના પીપળી ગામના વસંત કાનજીભાઈ વાણિયા નામના શખ્સો હોવાની માહિતી સામે આવી છે માટે તેને પકડવા હાલમાં પોલીસે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, નવા વ્હીકલની હેરાફેરી કરવા માટે જે કન્ટેનર હોય છે તે કન્ટેનરની અંદર ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો તેમાં ભરવામાં આવ્યો હતો અને કન્ટેનરની અંદર દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી હતી આમ બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લઈ જવા માટે થઈને નવા નવા રસ્તા બનાવવામાં આવતા હોય છે જો કે પોલીસ દ્વારા સતર્કતા રાખીને દારૂનો જથ્થો પકડવામાં આવે છે તેવું છેલ્લા દિવસ સુધી જોવા મળે છે અને છેલ્લા દિવસોમાં દરેક વખતે અલગ અલગ રીતે દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય તેની વિગતો સામે આવેલ છે.રાજકોટ રેન્જ આઇસ્ટાફ રાજકોટના રસીકભાઇ પટેલ ધર્મેન્દ્રસિંહ-કુલદિપસિંહ સાથેના સ્ટાફે દરોડા પાડતા આરોપીઓ મોડી રાત્રે જંગલમાં ગાયબ થઇ ગયા છે. મુદ્દામાલનો દારૂ ત્થા ટ્રક કબજે લઇને તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ અને તેનો સ્ટાફ હરકતમાં આવી ગયા છે. મોરબી જીલલા પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો.

(11:48 am IST)