સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

ઉનાઃ દીપડાએ મજુર ઉપર હુમલો કરતા ગંભીર ઈજા

ઉના, તા. ૧૯ :. તાલુકાના સંજવાપુરમાં મજુરી કામ કરતા અરજણભાઈ ભાલીયા ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા કરતા મજુરને સારવારમાં ખસેડાયેલ છે.

ઉના તાલુકાના સંજવાપુર ગામે મજુરી કામ કરતા અરજણભાઈ ચનુભાઈ ભાલીયા (ઉ.વ. ૫૦) વાળાને શિકારની લાલચમાં નીકળેલા દીપડાએ તેમની ઉપર હુમલો કરી પછાડી દેતા નહોર ભરાવી શરીરના ભાગે ઈજા કરતા આજુબાજુવાળા આવી જતા દીપડાને ભગાડી અરજણભાઈને સારવાર માટે દવાખાને ખસેડેલ છે. વન વિભાગને જાણ કરતા ઘટના સ્‍થળે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.

(12:45 pm IST)