સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

મોરબીના ગુંગણ ગામે સગાઇ સામસામે ગોઠવાનું પસંદ ન પડતા સગીરાનો આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: ગુંગણ ગામની સગીરાએ કપાસમાં છાંટવાની દવા પી આયખું ટુંકાવ્‍યું હતું તો આપઘાતના બનાવની નોંધ કરી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મૂળ માળિયાના કુંતાસી ગામના રહેવાસી અને હાલ ગુંગણ ગામે રહેતા દેવશીભાઈ બાબરિયાની ૧૭ વર્ષની દીકરી પુનમેં ઝેરી દવા પી આપઘાત કર્યો છે તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તો બનાવ અંગે તાલુકા પોલીસના જે એમ જાડેજા પાસેથી મળતી વિગતો મુજબ મૃતક પુનમબેન અને તેના ભાઈની સગાઇ સામસામે ગોઠવવાની હોય જે પસંદ ના હોવાથી સગીરાએ અંતિમ પગલું ભર્યાનું ખુલ્‍યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:59 am IST)