સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th January 2020

લાલપુર પવનચક્કી સિક્યુરિટી ગાર્ડની બાઇક સવાર ત્રણ શખ્સોએ કરી હત્યા: ત્રિપુટી મોબાઇલ લૂંટી ફરાર

અજાણ્યા શખ્સોએ માથામાં તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી દેતા ઢળી પડ્યા

જામનગર: લાલપુર તાલુકાના ખાયડી ગામે રહેતા અને એનારકોન પવનચક્કીના એરીયામાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા જીઆરડી જવાન નારણભાઇ લખમણભાઇ કરમુર સાતપડ સીમમાં પવનચક્કીના વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા જે વેળાએ ત્રિપલ સવારી બાઇક પર ધસી આવેલા અજાણ્યા શખ્સોએ માથામાં તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી દેતા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ વેળાએ નજીકમાં જ કામ કરતા કોઇ ખેડૂતોએ આ બાઇકસવારોને હુમલો કરતા જોઇ જતા તેઓએ ત્રણેયને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત નારણભાઇને જામનગર જી .જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

ત્રણેય શખ્સો મોબાઇલની લૂંટ ચલાવીને બાઇક પર ભાગી ગયા હતા. આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની મૃતકના ભાઇ ખીમાભાઇ કરમુરની ફરીયાદ પરથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે

(11:03 pm IST)