News of Friday, 19th January 2018
હત્યાના કેસમાં ફરાર આરોપીનો ભુજ પોલીસ ઉપર તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલો
ભુજ બી ડિવિઝન પોલીસ ટીમ ઉપર હુમલામાં ત્રણ પોલીસકર્મીને ગંભીર ઇજા
ભુજ ;કચ્છમાં લુખ્ખાઓ બેખોફ બન્યા છે અને પોલીસની આબરૂનું વસ્ત્રાહરણ કરી રહ્યાં છે ગુન્હાખોરીને અંજામ આપવો અને સરાજાહેર કાયદાનો ભંગ કરવો જાણે સહજ બન્યું છે ત્યારે હત્યા જેવા જધન્ય અપરાધના ગુન્હામાં ફરાર આરોપીએ પોલીસ ટીમ ઉપર તીક્ષણ હથિયારથી હુમલો કરતા પોલીસની આબરૂનું ધોવાણ થયું છે
ભુજ બી ડિવિઝનની પોલીસ ટીમ દ્રારા કચ્છમાં 302ના કેસના ફરાર આરોપીને પકડી પાડવાની કોશિષ કરવામાં આવતા 302ના કેસના ફરાર આરોપીએ પોલીસ પર જ હુમલો કર્યો.હતો . આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે પોલીસની ટીમ પર જીવલેણ હુમલો કર્યો છે. આ આરોપીના હુમલામાં 3 પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ઘાયલ પોલીસ કર્મીઓને સારવાર અર્થે હોસ્પિ. ખસેડવામાં આવ્યા છે.
(12:33 am IST)