સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th January 2018

જૂનાગઢમાં ધર્નુમાસની પૂર્ણાહુતિઃ જલારામ મંદિરે ૧,૭૧ કરોડ ગૌરક્ષા જાપ અર્પણ

ખાદ્ય પદાર્થ ભરેલા પ્લાસ્ટિક ઝભલા જાહેરમાં ન ફેંકવા અપીલ

જુનાગઢ તા.૧૯ : પોસ્ટ ઓફીસ રોડ ઉપર શ્રી જલારામ મંદિરમાં મા, અંબા, બીરાજે-મા વાઘેશ્વરી બીરાજે, મા લક્ષ્મી બીરાજે, મા સરસ્વતી બીરાજે, ભગવાન ભોળાનાથ પણ બીરાજે, ગણપતીબાપા તથા વીરબાઇમા તથા નરસિંહ મહેતા, સંતભોજલરામદાદા, તથા વીર શહીદ જશરાજજી તેમજ શ્રીનાથજીબાવા તથા રામદરબાર તથા બાલકૃષ્ણ, ભગવાન સહીતના દેવ-દેવીઓ તેમજ સંતોની અલૌકિક અનુભૂતી હાજરીમાં આ મંદિરમાં અનેક ધાર્મિક તથા સેવા કાર્યો થઇ રહ્યા છે તે પૈકી દર વર્ષે ધર્નુમાસ નિમિતે એટલે કે દર વર્ષે તા.૧પ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી આ નિજ મંદિરમાં ગૌરક્ષા તથા કલ્યાણ માટે ગૌરક્ષા જાપનું આયોજન થતુ આવ્યું છે તે પરમાણે આ વર્ષે પણ ૧I સવા કરોડ ગૌરક્ષા જાપનું લક્ષ્યાંક રાીખને ભાવિક બ્હેનો તથા ભાઇઓ દ્વારા જાપ કાર્ય શરૂ કરાયેલ અને મોટી સંખ્યામાં ભાવિકો આ જાપ કાર્યમાં જોડાયેલ અને ભાવિક બ્હેનો તથા ભાઇઓએ આ એક મહીના દરમ્યાન ૧I કરોડને બદલે ૧૭૧પ૯ ૩૦૦ જાપ કરીને ગૌમાતા પ્રત્યે અદમ્ય ભકિતના દર્શન કરાવેલ નાત-જાત તથા સંપ્રદાયના થાડા ભૂલીને તમામ વર્ણના ભાવિક લોકો આ કાર્યમાં જોડાયેલ હતા અને થયેલા જાપ ગૌમાતાને ચરણે અર્પણ કરાયા હતા.

પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર રહેલા બહેનો તથા ભાઇઓને સંબોધતા મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું કે પ્લાસ્ટીકના ઝભલાઓમાં ખાદ્ય પદાર્થો ભરીને બહાર ફેંવાથી ગાયો ખાઇ જતી હોય તેથી મોતને ભેટે છે તેથી ખાદ્યપદાર્થો પ્લાસ્ટીકના ઝભલાઓમાં ભરીને બહાર ના ફેકવા માટે જનજાગૃતિ લાવવા બહેનોને વિનંતી કરી હતી અને લક્ષ્યાંક કરતા પ૦ લાખ વધારે જાપ કરવા બદલ ભાવિક બહેનો તથા ભાઇઓને ધન્યવાદ આપ્યા હતા તથા શાસ્ત્રીજી એ મંત્રોચ્ચાર કરી સૌના કલ્યાણ માટે આશિર્વાદ આપ્યા હતા.

મંદિરના પરિસરમાં બપોરે પુરી, ઉંધીયાનો પ્રસાદ તથા સાંજે ખીચડાનો પ્રસાદ રાખવામાં આવેલ તેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહૈન્દ્રભાઇએ જુનાગઢમાં જીવદયામાં તથા પશુ-પક્ષીઓની સેવામાં કાર્યરત તમામ ગૌશાળાઓની રૂબરૂ મુલાકાત લઇને શ્રી જલારામ મંદિર તરફથી સેવા ભેટ અર્પણ કરવામાં આવી હતી આ માટે કુલ રૂ.૬૬૦૦૦/- છાંસઠ હજાર રૂપિયાની સેવા ભેટ અર્પણ કરાઇ હતી.

(9:14 am IST)