સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ધુમ્મસનું આક્રમણ

લધુતમ તાપમાન ર૦ ડિગ્રી

જુનાગઢ તા. ૧૮: આજે વહેલી સવારે જુનાગઢ સહિત સમગ્ર સોરઠના ધુમ્મસનું આક્રમણ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જુનાગઢમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહેતા ધુમ્મસ છવાય ગયું હતું ગાઢ ધુમ્મસને કારણે સુર્યને પણ દર્શન આપવામાં મુશ્કેલીઓ સામનો કરવો પડયો હતો.

સવારનું લધુતમ તાપમાન ર૦ ડિગ્રી રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩પ કિ.મી.ની રહી હતી.

(1:56 pm IST)