સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

જેતપુરમાં નવી સો રૂ.પિયાની નકલી નોટ વટાવવા આવેલા ધોરાજીનો અમીન અને શિરાઝ પકડાયા

પકડાયેલ બન્ને ચારદિ'થી નકલી નોટો વટાવી રોકડી કરતો'તો વેપારીને સર્તકતાથી ભાંડો ફુટયોઃ ધોરાજીમાંથી નકલી નોટો છાપવાનું કલર પ્રિન્ટર અને કાગળ જપ્ત કરાયા

જેતપુર તા.૧૮ : જેતપુરના નવી સો રૂ.પિયાની નકલી નોટ વટાવવા આવેલ ધોરાજીના બે શખ્સોને વેપારીઓએ રંગેહાથે ઝડપી લેતા નકલી નોટના કોરોબારનો પદાર્ફાશ થયો હતો.

બનાવની વિગત એવી છે કે ગઇકાલે મૌલેશ્વર પાસે આવેલ ઘનશ્યામ પાન નામની દુકાનના માલીક જીતુભાઇ  ધીરૂ.ભાઇ ચોવટીયા દુકાને બેઠા હતા ત્યારે બે શખ્સે બાઇક પર આવી પરચુરણ માલ સામાન લઇ રૂ.ા.૧૦૦ ની નોટ આપતા જીતુભાઇને નોટ શંકાસ્પદ લાગતા વ્યવસ્થિત ચેક કરતા તે નોટ નકલી હોવાનું માલુમ પડતા બન્ને શખ્સો સાથે બોલાચાલી થતા વેપારીઓ એકઠા થઇ ગયેલ બન્ને શખ્સોની પુછપરછ કરતા તેઓ અમરેલીના હોવાનું કહી આ નોટો ૧પ બંડલ, ર બંડલ રસ્તા પરથી મળેલ હોવાનું કહેલ વેપારીઓ પાસેથી છૂટવા એક શખ્સે પોતાના વકીલને ફોન કરવાનો રોફ જમાવેલ જેથી વેપારીએ શહેર પોલીસને જાણ કરી તેમને સોંપી દીધેલ હતો.

પોલીસે પોલીસ સ્ટેશને લાવી બન્ને શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતા પોપટ બની પોતના નામ અમીન ઉમરમીંયા કાદરી તથા સિરાઝ અબ્દુલ ધડા હોવાનું અને ધોરાજીના બહારપુરામાં રહેતા હોવાનું જણાવતા પોલીસે તેના રહેણાંક મકાનમાં રેઇડ કરી નોટો છાપવાનું કલર પ્રીન્ટર તેમજ કાગળ જપ્ત કરેલ.

આ બન્ને શખ્સો છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેરના નાના વેપારીઓને ડુપ્લીકેટ નોટો આપી છેતરતા હોવાનું જાણવા મળેલ. પોલીસે પાનની દુકાનના માલીક જીતુભાઇ ચોવટીયાની ફરીયાદ પરથી બન્ને શખ્સો વિરૂ.ધ્ધ ગુન્હો નોંધી આ શખ્સોની સાથે અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ આવી નકલી નોટો વટાવી છે. તે અંગેની તપાસ ડીવાયએસપી સાગર બાગમાર ચલાવી રહ્યો છે.

કે જયારે આ બન્ને શખ્સો વેપારીના હાથમાં ઝડપાયા ત્યારે તેમની પાસે ર બંડલ હોવાનું રટળ કરતા હતા જયારે પોલીસ ફરીયાદમાં માત્ર ૪૬ નોટો તેમની પાસેથી મળેલ હોવાની નોંધ થઇ છે. તો અન્ય નોટો તેણે વટાવી લીધી કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પકડાયેલ બન્ને શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. રીમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો ખુલે તેવી વકી છે.

(12:35 pm IST)