સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

ખેડૂતોના પ્રશ્ને કાલે ધોરાજીમાં રેલી-આવેદન

લલિત વસોયા, પાલભાઇ આંબલીયાની આગેવાનીમાં અસંખ્‍ય ખેડૂતો જોડાશે

ધોરાજી, તા. ૧૮ :  સૌરાષ્ટ્ર માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડુતોને થયેલા વ્‍યાપક નુકશાનની સામે સરકારે તુચ્‍છ કહી શકાય એવી મામુલી વિદ્યાએ ૧૨૦૦ રુપિયાની રાહત આપવાની જાહેરાત કરી ખેડુતોની મશ્‍કરી કરી છે... અને આડકતરી રીતે વિમા કંપનીઓને અબજો રૂપિયા કમાવી આપવાનો કારસો કર્યો હોવાનો આક્ષેપ ધોરાજી શહેર કોગ્રેસના પ્રમુખ જગદિશ રાખોલીયા તાલુકા કોગ્રેસ ના પ્રમુખ અલ્‍પેશ ગોવાણી કિશાન કોગ્રેસ ના પ્રમુખ મગનભાઈ વદ્યાસીયા એ કર્યો છે.

સરકાર શ્રી પાસે ખેડુતોને લગતી વિવિદ્ય માંગણી ઓ સાથે આગામી તારીખ ૧૯/૧૧ ને મંગળવારના રોજ ધારાસભ્‍ય લલિત વસોયાના કાર્યાલયથી પ્રાત અધિકારીની ઓફીસ સુધી રેલી આકારે ગુજરાત કિશાન કોગ્રેસના પ્રમુખ પાલભાઇ આંબલીયા ની આગેવાનીમા આવેદનપત્ર આપવા જશે

ખેડુતોની વિવિધ માંગણીઓમા (૧) સરકારે જાહેર કરેલી રાહતમા પિયત જમીન અને બીન પિયત જમીનમા જે ફેરફાર રાખ્‍યા છે તે ગેરવ્‍યાજબી છે અતિવૃષ્ટિ ના કારણે બન્નેમાં સરખી નુકશાન થયેલ છે.

(૨) ૭૨ કલાકની મુદતમા ૮૦ટકા ખેડુતો અરજી કરી શક્‍યા નથી માટે જે ખેડુતોએ અરજી નથી કરી એવા ખેડુતો ને પણ આમા સમાવેશ કરવો

(૩) ગુજરાતમા સરેરાશ વરસાદ થી ૪૦ ટકા વધું વરસાદ થયો છે કુલ ૧૪૦ટકા એવરેજ વરસાદ થયો છે જે કાયદા મુજબ અતિવૃષ્ટિ જ કહેવાય અને અતિવૃષ્ટિ ગણી ખેડુતો ને ૧૦૦ટકા પાક વિમા ચુકવવામાં આવે

(૪) ધોરાજી વિસ્‍તારમાં છેલ્લે અતિભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે કપાસના પાકને ભારે મોટું નુકશાન થયું છે સરકાર તાત્‍કાલીક એનુ સરવે કરાવે અને વિમાની જાહેરાત કરે તેમ જગદિશ રાખોલીયા અલ્‍પેશ ગોવાણી મગનભાઇ વઘાસીયાએ જણાવ્‍યું છે.

(11:37 am IST)