સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

ભાવનગરમાં સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત ૬૫માં નેશનલ સ્‍કુલ ગેમ્‍સ જુડો અંડર-૧૭ ટુર્નામેન્‍ટનું ઉદઘાટન

રાજયના રમતગમત મંત્રી ઇશ્‍વરસિંહ પટેલની ઉપસ્‍થિતી

ભાવનગર, તા.૧૮:ᅠગુજરાતના યુવાધનને રમત ગમત શ્રેત્રે સક્રીય બનાવી તેનામા રહેલી સુષુપ્ત શક્‍તિઓને જાગૃત કરી તેમને સિધ્‍ધીના શિખરે લઈ જવાના શુભ હેતુસર તે સમયના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦મા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી તેના ફળ સ્‍વરૂપે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૯ સુધીમા રાજયના છેવાડાના ગામડાના ખેલાડીઓની શક્‍તિઓ બહાર આવી અને આ પ્રતિભાઓએ એશિયન ગેમ્‍સ સહિતની રમતોમા ગોલ્‍ડ મેડલ મેળવ્‍યા. ડાંગ જિલ્લાની સવિતા ગાયકવાડએ ગોલ્‍ડ મેડલ મેળવતા રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજય સરકાર તરફથી આ દિકરીને રૂ.૧ કરોડ નો ચેક, દક્ષીણ ગુજરાતની સહકારી સંસ્‍થાઓએ રૂ.૬૬ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

. આપણા ગુજરાતના હરમિત દેસાઈ, અંકીતા ઠક્કર સહિતના કેટલાય ખેલાડીઓએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર દેખાવ કરી ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. ખેલાડીઓને યોગ્‍ય પ્‍લેટફોર્મ મળી રહે અને તેઓ આગળ વધી શકે તે હેતુથી રાજય સરકારે ૧) ખેલ મહાકુંભ, ૨) દિવ્‍યાંગ સ્‍પેશિયલ ખેલ મહાકુંભ, ૩)ડિસ્‍ટ્રીક્‍ટ લેવલ સ્‍પોર્ટસ સંકુલ, ૪) સ્‍વામી વિવેકાનંદ સેન્‍ટર ઓફ એક્‍સલેન્‍સી, ૫) સમર કોચીંગ કેમ્‍પ, ૬) શક્‍તિદુત યોજના, ૭) ઈન સ્‍કૂલ યોજના, ૮) ખેલ પ્રતિભા પુરસ્‍કાર, ૯) મહિલા ખેલાડી પુરસ્‍કાર યોજના અમલમા મુકી છે તેમ રાજયના રમત ગમત મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલએ ભાવનગરના સિદસર રોડ પરના સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે સ્‍પોર્ટસ ઓર્થોરીટી ઓફ ગુજરાત આયોજીત ૬૫મો નેશનલ સ્‍કુલગેમ્‍સ જુડો અંડર-૧૭ (બોયસ-ગર્લ્‍સ) ટૂર્નામેન્‍ટનુ દીપ પ્રાગટ્‍ય તેમજ ફ્‌લેગ હોસ્‍ટીંગ થકી ઉદધાટન કરી બોલી રહ્યા હતા. વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે તા. ૧૭ થી ૨૨ સુધી યોજાનારી જુડો સ્‍પર્ધામા આપણા દેશના અલગ અલગ ૨૭ રાજયો અને ૩ યુનીયન ટેરીટરી માંથી અંદાજે ૮૦૦ જેટલા સ્‍પર્ધકો ભાગ લઈ રહ્યા છે. રાજયના ૧૮ જિલ્લામા સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ બન્‍યા છે અને ૬ જિલ્લામા સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ બનાવવાની કામગીરી પ્રગતિમા છે. રાજય સરકાર ખેલાડીઓને રમત ગમત માટે તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવા માટે પ્રતિબધ્‍ધ છે.

 આ કાર્યક્રમમા ઉપસ્‍થિત સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવશ્રી ડી.ડી. કાપડીયા, સ્‍વર્ણીમ ગુજરાત સ્‍પોર્ટસ યુનિવર્સિટીના વાઈસ ચાન્‍સેલર ડાઙ્ઘ. અર્જુનસિંહ રાણા, નેશનલ કોમ્‍પિટીશનના ઓબ્‍ઝર્વરશ્રી છાંટબારએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યુ હતુ.ᅠ

આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ રાજયના સ્‍પર્ધકો દ્વારા માર્ચપાસ્‍ટ યોજાઈ, રંગારંગ સાસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો, જૂડોના ખેલાડીઓ દ્વારા જુડોનુ ડેમોસ્‍ટ્રેશન કરાયુ, સમુહમા ફિટ ઈન્‍ડિયાના શપથ લેવામા આવ્‍યા, સમુહમા રાષ્ટ્રગીતનુ ગાન કરવામા આવ્‍યુ.

આ કાર્યક્રમમા બી.એફ.આઈ. સિલેક્‍શન કમિટીના ચેરમેનશ્રી શક્‍તિસિંહ ગોહિલ, જુડો કોચશ્રી દિલીપ મિશ્રા, મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, સ્‍ટેન્‍ડીગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ,ᅠ ઉદ્યોગપતિશ્રી કોમલકાંત શર્મા, સિનિયર કોચ દિવ્‍યરાજસિંહ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી સિમાબેન ગાંધી, ડાઙ્ઘ. અરૂણ ભલાણી તેમજ શ્રી નિશાંત ભટ્ટ, શ્રી ચુડાસમા, વિવિધ રાજયના સ્‍પર્ધકો, પ્ર શિક્ષકો, આમંત્રીતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમા સ્‍વાગત પ્રવચન સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવશ્રી ડી.ડી. કાપડીયાએ તેમજ આભાર દર્શન સિનિયર કોચશ્રી દિવ્‍યરાજસિંહએ કર્યુ હતુ. જયારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલનશ્રી મિતુલભાઈ રાવલએ કર્યુ હતુ.

(10:40 am IST)