News of Friday, 18th October 2019
ધારીના ગીર પૂર્વમાં તાર ફેન્સીંગમાં ફસાઈ જતા ચાર વર્ષના સિંહનું મોત
વનવિભાગના અધિકારીઓ સહિતના સ્ટાફ પહોંચ્યો : પૂછપરછ માટે એક શખ્શની અટકાયત
અમરેલી: જીલ્લાના ધારીના ગીર પૂર્વમાં તાર ફેનસિંગમાં ફસાઈ જતા ૪ વર્ષના સિંહનું મોત નીપજ્યું છે જાણવા મળ્યા મુજબ સરસિયા રેન્જના ચલાલા - મીઠાપુર વિસ્તારમાં ફેનસિંગ ના તારમાં ફસાઈ જતાં સિંહનું મોત થયું છે
આ અંગે જાણ થતા વન વિભાગ એસ એફ તેમજ આરએફઓ, ફોરેસ્ટર સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા છે વન વિભાગ દ્વારા એક શખ્સની પૂછપરછ માટે એક શખ્શની અટકાયત કરી છે
(11:56 pm IST)