સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th October 2019

ધોરાજી નવી શાકમાર્કેટમાં જામ્યા ગંદકીના થર : પશુઓના ધામા

રૂ.૨.૨૦ કરોડના ખર્ચે આધુનીક સુવિધાવાળી શાકમાર્કેટ તૈયાર તો થઇ પરંતુ વેપારીઓને સુવિધા ન મળી

 ધોરાજી તા.૧૮ : ધોરાજી ખાતે આવેલ સર શ્રી ભગવતસિંહજી શાકમાર્કેટ જે જૂનવાણી હતી અને સરકાર દ્વારા રૂ.ર.૨૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરાઇ અને જે તે સમયે પાલીકાતંત્ર દ્વારા સોગંદ પર કોર્ટમાં જણાવેલ કે નવી શાકમાર્કેટ જે અમો ૮ માસમાં તૈયાર કરીને વેપારીઓને સોપશું પણ નવી આધુનીક સુવિધાવાળી શાકમાર્કેટ હજુ તૈયાર થઇ પણ તે પણ ૧૬ માસ થઇ ગયા પણ વેપારીઓને નથી સોપાતી જેના હિસાબે થડાધારકોને મોટેપાયે નુકશાની અને હેરાનગતિ ભોગવવાનો વારો આવેલ છે.

કરોડોના ખર્ચે તૈયાર થયેલ શાકમાર્કેટ હાલ કચરાનો ગંજ ખડકાયેલ છે અને પતરાઓનો કાણા પડી ગયેલ છે અને રેઢીયાર ઢોરનો તબેલો બની ગયેલ છે અને એટલી હદે કચરો અને ગંદકી હોય અને શહેરમાં રોગચાળો ફાટી નીકળેલ પણ શાકમાર્કેટમાં સફાઇ નથી થતી અને માર્કેટમાં ફરતા લોખંડના પતરા નાખેલ હતા તે પણ હાલ ન હોવાના કારણે ઢોરવાડો થઇ ગયેલ છે. તેમજ  શાકમાર્કેટમાં બુગદો છે તેની કુંડીપણ ખુલી છે અને જો કોઇ આમા અકસ્માતે પડે અને જાનહાની થાય તો જવાબદારી કોની. શાકમાર્કેટમા તંત્ર દ્વારા પગી પણ નથી રખાયો જેના કારણે કચરો અને ઢોરવાડો થઇ ગયેલ છે શુ તંત્ર હવે નવી બનેલ ૨૫૬ દુકાનો વેપારીઓને અપાય તો શાકભાજીના વેપારીઓ જે બજાર રેકડીઓ અને મેળાના મેદાનમાં શાકભાજી વેચે છે તેઓને થડાઓ સોપાઇ તેવી માંગ ઉઠી છે.

(11:57 am IST)