સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th October 2019

મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કુલના ફરી નેશનલ ચેમ્પિયન

 મોરબીઃ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ લેવલે રમવા ગયા હતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નેશનલ ચેમ્પિયન બન્યા છે  મહારાષ્ટ્રના નાંદેડમાં રાષ્ટ્રીય સ્તરની ગેમ્સ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ રાજયોના ૧૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રદર્શન કરીને અગાઉની જેમ આ સ્પર્ધામાં પણ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલે ૨ રાષ્ટ્રીય ગોલ્ડ તથા ૧ રાષ્ટ્રીય સિલ્વર પદક મેળવીને સમગ્ર દેશમાં શાળા, મોરબી અને રાજયનું નામ રોશન કર્યું છે  નેશનલ ચેમ્પિયન સ્પર્ધામાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ અન્ડર ૧૭ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ, અન્ડર ૧૪ ચેસમાં ગોલ્ડ મેડલ અને અન્ડર ૧૪ ક્રિકેટમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના આધુનિક કેમ્પસમાં ૫ સ્પેશ્યલાઈઝ કોચની દેખરેખ હેઠળ તૈયાર થઇ રહેલ આ શાળાના બાળકોએ પોતાની શાળા, પરિવાર અને મોરબી સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે  તમામ વિદ્યાર્થીઓને ઝળહળતી સિદ્ઘી બદલ શાળાના મેનેજીંગ ડીરેકટર હાર્દિક પાડલીયાએ અભિનંદન પાઠવ્યા છે. વિજેતા ટીમની તસ્વીર.

(11:55 am IST)