સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th October 2019

હવે અલંગયાર્ડમાં કોળિયાકની ગેંગ તસ્કરી માટે સક્રિયઃ કેબલ વાયર સાથે ચાર ઝબ્બે

 ભાવનગર તા.૧૮ : અલંગ શિપયાર્ડ ના શિપબ્રેકર અને સંબધિત ધંધાર્થીઓ માટે તસ્કરો માથાના દુખાવા સમાન છે. આસપાસ ના ગામડાઓની ગેંગો ચોરી ચપાટીને લઈ સક્રિય હતી.ત્યાં હવે કોળિયાક ની ગેંગ સક્રિય થતા પોલીસે પીછો કરી ચાર ઈસમો નેપિકઅપ વાહનમાં લઇ જવાતો કેબલ વાયર સાથે શંકાસ્પદ રીતે ઝબ્બે કરી.કાયદેસરની કાર્યવાહી કરી છે.

વિશ્વવિખ્યાત અલંગ જહાજવાડો જળ અને જમીન બન્ને લેવલેથી તસ્કરો માટે આશીર્વાદ રૂપ છે. એક સમયે અલંગ યાર્ડમાં અને આવતા જહાજ માંથી થતી ચોરીઓ ને લઈ કાર્યરત ગેંગો વચ્ચે ગેંગવોર ના એંધાણ હતા. તો બીજી તરફ આસપાસના ગામડાના લોકો તેમાં મહિલાઓ પણ સામેલ હોય ચોરીના ગુન્હા માં પોલીસે કાનૂની કાર્યવાહી કરી હતી.

પરંતુ આજ સવારે રૂરલ પોલીસ મથક ના ધર્મેન્દ્રસિંહ વાળા સહિતના ્સટાફ ને મળેલ બાતમીના આધારે વાહન નું લોકેશન લઈ પીછો કરેલ. બાતમી મુજબ નું પિકઅપ  વાહન નં. જી.જે.૦૧-બી ૫૨૭૧ મળી આવતા તલાશી લેતા તેમાંથી કેબલ વાયર મળી આવેલ. તે અંગે ચાલક ને પૂછપરછ કરતા ચોરાવ હોવાના શકના આધારે પિકઅપ વાહન,કેબલ વાયર મળી ૨૬૮૧૫૦/-નો મુ્દદામાલ કબ્જે કરી  ભાવેશ મકા સોલંકી,અશોક કરમશી સોલંકી,વિજય હરજી ગોહિલ,રે કોળિયાક, અશોક ડાયા બારીયા રે.હાથબ વાળા ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.અલંગ પોલીસ આજે વાહન ચેકિંગ કરી રહી હતી.તે સમયે  બાઈક નં. જીજે ૦૪-બીએ-૫૧૯૩ ને થોભાવી કાર્યવાહી.કરતા ચાલક ચંદુ રૂખડભાઈ મકવાણા રે. ભારાપર વાળા કેફીપીણંુ પીધેલ જણાતા કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:47 am IST)