સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

હળવદ પાસે વાહન ચેકીંગ વેળાએ પોલીસ સાથે ઝપાઝપી ભારે પડી : ચાર યુવાનોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું

પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુન્હો નોંધ્યો

 

મોરબી : માળીયા હાઇવે હળવદ મોરબી ચોકડી પર એલસીબી અને સ્થાનિક પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ચાર યુવાનોને બાઇક લઈને સીન નાખવાનું ભારે પડ્યું હતું.પોલીસ સાથે ગાળો બોલીને ઝપાઝપી કરતા પોલીસે ચારેય યુવાનોને તાકીદે ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.તેમજ ચારેય યુવાનો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત મુજબ મોરબી એલસીબી સ્ટાફ અને સ્થાનિક પોલીસ સ્ટાફ ગતરાત્રે માળીયા હાઇવે હળવદ મોરબી ચોકડી પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો.તે દરમિયાન હળવદ રહેતા મેહુલભાઈ રમણિકભાઈ ગોઠી ( ..30), ચિંતનભાઓ જીતેન્દ્રભાઈ રાવલ( ..23), પંકજભાઈ ચમનભાઈ ગોઠી( ..22) અને હાર્દિક ઉફે સિંધમ હરજીવનભાઈ ભુવા( ..19 )નામના ચાર યુવાનો બે મોટર સાયકલમાં ડબલ સ્વારીમાં નીકળ્યા હતા.ત્યારે ત્યાં વાહન ચેકિંગમાં રહેલા પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરીને ગાળો આપી સીન નાખ્યા હતા.આથી પોલીસે ચારેય યુવાનોને જી.જે.13 પી.પી.3413 અને જી.જે.36 એચ.4533 નંબરના ને બાઇક તેમજ એક મોબાઈલ સહિત કુલ રૂ.75500 ના મુદ્દામાલ સાથે તાકીદે ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જ્યારે એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમાએ ચારેય યુવાન સામે પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે હળવદ પોલીસે અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(12:07 am IST)