સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો પાસે 2,50 કરોડની ખંડણી માંગનારા બે શખ્શો ઝડપાયા

સંતોના ફોટાનું એડિટિંગ કરીને મહિલાઓના ફોટા ઉમેરી સંતોને અમરેલી બોલાવી ખંડણી માંગી હતી

 

અમરેલીઃ સોમનાથના સ્વામીનારાયણ ગુરુકુળના બે સંતો પાસે બે શખ્સોએ.2.50 કરોડની ખંડણી માગી હતી. સંતોની ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે

  ખંડણી માગનારા બે શખ્સોએ સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુળના બે સંતોના ક્યાંકથી મેળવી લીધા હતા. ત્યાર બાદ તેમણે સંતોના ફોટાનું એડિટિંગ કરીને તેમાં મહિલાઓના ફોટા પણ ઉમેરી દીધા હતા

  ફોટો એડિટ કર્યા બાદ તેમણે ફોટો સંતોનો મોકલ્યા હતા અને ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમણે સંતોને સોમનાથથી અમરેલી બોલાવ્યા હતા અને ફોટા બતાવીને તેમની પાસે રૂ.2.50 કરોડની ખંડણી માગી હતી

(11:49 pm IST)