સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

મોરબી નજીક રોકડ ભરેલા થેલાની લુંટના પ્રયાસમાં આરોપી રીમાન્ડ પર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૮: મોરબી નજીક રોકડ રકમ ભરેલા થેલાની લુંટના પ્રયાસમાં પકડાયેલ આરોપીને કોર્ટે એક દિ'ના રીમાન્ડ પર શોંપવા હુકમ કર્યો હતો.

મોરબીના શારદા સોસાયટીના રહેવાસી ચંદુલાલ ભગવાનજીભાઇ ચીકાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુરેશકુમાર ભીમસીંગ માલવિયા રહે સુજાલપુર એમ.પી. વાળાએ એકયુટ સિરામીક ગેઇટ પાસે મજુરીના પૈસાનો હિસાબ કરી ફરિયાદીએ થેલામાંથી રૂપિયા કાઢતો હતો ત્યારે આરોપીએ થેલો ઝૂંટવી લેવા કોશિશ કરતા ઝપાઝપી થઇ હતી અને આંખમાં મરચાની ભૂકી છાંટી આરોપી થેલો લૂંટી ભાગવા જતા આજુબાજુના માણસોએ આરોપી મજુરને પકડી લઇ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. પકડાયેલ આરોપી સુરેશને કોર્ટમાં રજુ કરાતા કોર્ટ એક'દિના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.(૧.૧૩)

(4:02 pm IST)