સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વિક્રમજનક ત્રિમાસિક સંકલિત આવક પ૪.પ ટકા વધીને રૂ.૧પ૬.૨૯૧ કરોડ

જામનગર, તા.૧૮: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આર.આઇ.એલ.) દ્વારા સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૮ રોજ પૂરા થતા દ્વિતીય ત્રિમાસિક ગાળાના ઓડીટ ન થયેલાં પરિણામો આજે જાહેર થયાં. અગાઉના નાણાંકીય સમયગાળાની સરખામણીએ સંકલિત રીતે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં નાણાંકીય પરિણામોની ધ્યાન ખેંચતી બાબતો આ મુજબ છે.

ટર્ન ઓવર ૫૪.૫ ટકા વધીને રૂ.૧૫૬,૨૯૧ કરોડ (૨૧.૬ અબજ અમેરિકી ડોલર) થયું. ઘસારા અને કરવેરા પહેલાંનો નફો ૨૪.૯ ટકા વધીને રૂ. ૨૨,૩૫૯ કરોડ (૩.૧ અબજ અમેરિકી ડોલર) નોંધાયો. કરવેરા પહેલાનો નફો ૧૬.૪ ટકા વધીને રૂ.૧૩,૧૯૮ કરોડ (૧.૮ અબજ અમેરિકી ડોલર) થયો.  રોકડ નફો ૧૭.૮ ટકા વધીને રૂ.૧૫,૫૧૦ કરોડ (૨.૧ અબજ અમેરિકી ડોલર) થયો. ચોખ્ખો નફો ૧૭.૪ ટકા વધીને રૂ.૯,૫૧૬ કરોડ (૧.૩ અબજ અમેરિકી ડોલર) થયો છે.

આર.આઇ.એલ. ની બીજા ત્રિમાસિક ગાળાની સ્વતંત્ર કામગીરીની મુખ્ય વિગતો ટર્ન ઓવર ૩૭.૧ ટકા વધીને રૂ.૧૦૩,૦૮૬ કરોડ (૧૪.૨ અબજ અમેરિકી ડોલર) થયું. નિકાસ ટકા ૪૫.૫ વધીને રૂ.૬૦,૪૬૦ કરોડ (૮.૩ અબજ અમેરિકી ડોલર) થઈ. ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો ૨.૫ ટકા વધીને રૂ.૧૧,૭૪૨ કરોડ ( ૧.૬ અબજ અમેરિકી ડોલર) થયો. કરવેરા પહેલાનો ૨.૫ નફો ટકા ૧૧,૭૪૨ વધીને કરોડ ( ૧.૬ અબજ અમેરિકી ડોલર) થયો. રોકડ નફો ૬.૦ ટકા વધીને રૂ.૧૨,૧૧૪ કરોડ (૧.૭ અબજ અમેરિકી ડોલર) થયો. ૧૧ ચોખ્ખો નફો ૭.૨ ટકા વધીને રૂ.૮,૮૫૯ કરોડ (૧.૨ અબજ અમેરિકી ડોલર) થયો. ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જીન (જી. આર. એમ.) ૯.૫ અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહ્યું.

બીજા ત્રિમાસિક ગાળાની કોર્પોરેટ કામગીરીના મહત્વના અંશોઃ

રિલાયન્સે ભારતના અગ્રણી બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા સાથે ભારતની તમામ ક્રિકેટ મેચ ભારતમાં જિયોટીવી પર ઉપલબ્ધ બનાવવા માટે પાંચ વર્ષનો કરાર કર્યો જિયો પેમેન્ટ બેન્ક (આર.આઇ.એલ અને એસ.બી.આઇ. વચ્ચેની ૭૦:૩૦ની ભાગીદારી)નું પરિચાલન શરૂ થયા બાદ જિયો અને એસ.બી.આઇ.એ તેમની ભાગીદારીને વધારે ગાઢ બનાવતાં તેમના ગ્રાહકો માટે એકસકલુઝીવ ડિજીટલ બેન્કિંગ, પેમેન્ટ અને કોમર્સની યાત્રાને અડચણ રહિત બનાવવા માટે ભાગીદારીની જાહેરાત કરી.

પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેકટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું કેઃ  મોટા સ્તર પર વિપરીત પરિસ્થિતિઓમાં પણ અમારી કંપનીએ વાર્ષિક ધોરણે મજબૂત આવક વૃધ્ધિ સાથે જંગી પરિચાલન અને નાણાંકીય પરિણામો આપ્યાં છે. કોમોડિટી અને ચલણી નાણાંના બજારમાં ખૂબ જ અસ્થિરતાના સમયમાં અમારા સંકલિત રિફાઇનિંગ અને પેટ્રોરસાયણ વ્યવસાયે મજબૂત રોકડ નાણાં પ્રવાહ પેદા કર્યો. અમારી વિશ્વસ્તરીય પેટ્રોરસાયણ અસ્કયામતોએ વિક્રમજનક આવકનું પ્રદાન આપ્યું; જે કાચામાલની વિવિધતા, સંકલન અને શ્રેષ્ઠ ઉત્પાદનોના પોર્ટફોલિયોના લાભને પ્રતિપાદિત કરે છે. આ ત્રિમાસિક ગાળામાં નાગોથાણે ક્રેકરમાંથી ઇથેનના કાચામાલના ઉપયોગે કાચામાલના વિકલ્પમાં વધારો કર્યો છે.

ભારતકેન્દ્રી ગ્રાહકાભિમુખ વ્યવસાયોમાં સુ્દ્રઢ વધારા સાથે ગ્રાહકો માટે મૂલ્યનું સર્જન કરવાની અમારી પ્રતિબધ્ધતાને વેગ મળી રહ્યો છે, રીટેલ અને જિયો બંનેના નાણાંકીય પ્રદર્શન વિશાળ ફલક, ટેકનોલોજી અને પરિચાલનની કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

રીટેલની વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક (EBITDA) વાર્ષિક ધોરણે ત્રણ ગણી વધી છે, જયારે રિલાયન્સ જિયોની વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક (EBITDA) ૨.૫ ગણી વધી છે. જિયોએ હવે ૨૫૦ મિલિયન (૨૫ કરોડ) ગ્રાહકોનું સિમાચિહ્રન પાર કરી લીધું છે અને વિશ્વની સૌથી મોટી મોબાઇલ ડેટા કેરીયર કંપની તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

(4:02 pm IST)