સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

તળાજા સ્મશાનમાં મડદા વગર લાકડા સળગ્યા..

બ્રહ્મસમાજના કબ્જાવાળી ઓરડીમાં સવારે અચાનક આગ ભભૂકી

તળાજા, તા. ૧૮ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં આવેલ બ્રહ્મસમાજના કબ્જાવાળી બંધ ઓરડીમાં રાખવામાં આવેલ લાકડાનો જથ્થો અચાનક સળગવા લાગતા તળાજા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

તળાજા સ્મશાનમાં આજે મડદા વગર લાકડા સળગવાનો બનાવ બન્યો હતો. પાલિકા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવારના સમયે બ્રહ્મસમાજની લાકડા રાખવાની ઓરડીમાં ભરેલા લાકડાના જથ્થામાં ઓરડી તાળાબંધ હોવા છતાં કોઇપણ કારણોસર આગ લાગી હતી.

આગમાં મોટાભાગના લાકડા બળીને કોલસો થઇ ગયા હતા. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.(૮.૯)

(4:00 pm IST)