સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ચોટીલાના જીવાપરના પાટીયે એસ.ટી. બસ-ડમ્પર વચ્ચે અકસ્માતઃ ડ્રાઈવર ગંભીર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮ :. ચોટીલા પાસેના જીવાપર ગામના પાટીયા પાસે એસ.ટી.ની સાથે ડમ્પરના ચાલકે અકસ્માત સર્જતા ડ્રાઈવરને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવેલ છે.

ચોટીલા હાઈવે ઉપર એસ.ટી. બસ નં. જીજે ૧૮ ઝેડ ૧૬૯૨ અને ડમ્પર નં. જીજે ૨૫ યુ ૪૮૭૨ વચ્ચે ચોટીલાના જીવાપર ગામ પાસે મુસાફરો ભરેલ એસ.ટી. બસ સાથે અકસ્માત થયો હતો.

આ અકસ્માતમા ડ્રાઈવરની કેબીનમાં નુકશાન થતા ગંભીર હાલતમાં ડ્રાઈવર બસની કેબીનમાં ફસાઈ ગયો હતો અને મહામુસીબતે બહાર કાઢી સારવાર માટે તાત્કાલીક દવાખાને ખસેડાયા છે.

જ્યારે મુસાફરોની ઈજા પહોંચી નથી. હાઈવે ઉપર ટ્રાફીકજામ થઈ ગયો છે. ચોટીલા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે.(૨-૬)

 

(3:59 pm IST)