સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ ફેશન ડીઝાઇનીંગ વર્કશોપ

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાંફેશન ડીઝાઇનીંગ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસના ભાગ રૂપે પેપર કોલાઝ વર્કશોપ યોજવામા આવ્યો હતો. ફેશન ડીઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે આર્થિક રીતે સંપન્ન બને તે હેતુથી પેપર કટીંગ કરીને તેના ઉપર જુદી જુદી ડીઝાઇન બનાવી ઓરીજનલ વસ્તુઓનો આકાર આપીને વસ્તુઓ કઇ રીતે બનાવવી તેનો વર્કશોપ શોલેજમાં યોજવામાં આવ્યો હતો. જેમા પેપર કટીંગ ઉપર ડીઝાઇન બનાવાની રીત અને તેમા ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર.

(12:05 pm IST)