સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ઓખાની બાળાને સાંસદ હસ્તે લહાણી વિતરણ

દ્વારકા : સમગ્ર વર્ષ દરમ્યાન માં આધ્યાશકિતના વિવિધ સ્વરૂપોની આરાધના કરવા માટેનું મહાપર્વ એટલે '' નવરાત્રી ઉત્સવ'' નવદુર્ગાની ભકતી એટલે '' નવરાત્રીનું પર્વ'' આ ભકિત પર્વમાં મૉની આરાધના સાથે ગરબે ઘુમી ને માતાજીના ગુણગાન કરી કૃપા પામવાનું પર્વ. દર જર્ષ નવરાત્રી ઉત્સવ નિમીતે બહેનો, દીકરીઓના ઉતસાહ ને વધારવા સ્વ. હેમંતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ સાંસદ પૂનમબેન માડમ તરફથી માતાજીની પ્રસાદી સ્વરૂપે લહાણી વિતરણ કરવામાં આવે છે જેમાં જીલ્લામાંથી દરેક ગામમાં જુદા જુદા મંડળો, સંસ્થાઓ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ભાગ લઇ રહેલી તમામ બાળાઓન ેઇનામ  વિતરણ કરવામાં આવે છે. ઓખામાં ચાલતી ગરબીઓમાં વ્યોમાણીમાતા મંદીરમાં, ખોડીયાર મંદીર, જુની ખોડીયાર મંદીર, પોલીસ લાઇન, સાઇબાબા મંદીર,લહેરી માતા મંદીર, રામ મંદિર, પોર્ટ ગરબી, ઓખામાં નવ ગરબરીઓમાં રમતી કુલ ૧૦૦૮ બાળાઓને ઓખા શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇ, ચેતનભાઇ માણેક, મુકેશભાઇ પાંજરી, વીશાલ પીઠીયા, હરેશભાઇ ગોકાણી, તથા સર્વે ગરબી મંડળના આયોજકોના હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું તે પ્રસંગની વિવિધ તસ્વીરો (તસ્વીર ભરત બારાઇ) (૩.૧)

(12:01 pm IST)