સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ગોંડલ : લુહાર વિદ્યા ઉતેજક મંડળ દ્વારા નવરાત્રી

 ધોરાજી : ગોંડલ લુહાર વિદ્યા ઉતેજક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ખેલૈયાઓ ૯ દિવસ માતાજીની આરાધના સાથે અર્વાચીન ગરબા લ્યે છે. ગોંડલ લુહાર વિદ્યા ઉતેજક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૧૮નું આયોજન કરવામાં આવેલ જેમાં લુહાર સમાજના ખેલૈયાઓ ૯ દિવસ સુધી માતાજીની આરાધના ભકિત ભાવ સાથે અર્વાચીન રાસ ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ મન મુકી ગરબા લ્યે છે. અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રિય અગ્રણી કિશોરભાઇ રાઠોડનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલ પિત્રોડા એ સ્વાગત કરેલ આ સાથે શાન્તિલાલ પિત્રોડા-રાજુભાઇ પિત્રોડા( ઉપ પ્રમુખ), મહેશભાઇ વાઘેલા-ગોપાલભાઇ પિત્રોડા-વજુભાઇ હણીસોરા (અંબીકા) જેન્તીભાઇ ઉમરાણીયા-વિનુભાઇ હણસોરા, ધીરૂભાઇ પરમાર, અરવિંદભાઇ પિત્રોડા, મનસુખભાઇ પરમાર વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.૧૨ વર્ષથી વિનામુલ્યે ગ્રાઉન્ડ આપનાર અંબીકા વેલ્ડીંગ વાળા વજુભાઇ હણસોરા તથા હણસોરા પરિવારનું સંસ્થા વતી સન્માન કરવામાં આવેલ. ૯ દિવસ સુધી ભવ્ય રાસ ગરબા મહોત્સવમાં રાજકોટ-જેતપુર-ધોરાજી-જુનાગઢ વિગેરે ગામો માંથી લુહાર સમાજ ઉમટી પડેલ હતો. લુહાર સમાજના સહયોગથી છેલ્લા ૧૨ વર્ષથી નવરાત્રી મહોત્સવ સફળ રીતે ઉજવાઇ છે. એ બદલ પ્રમુખ શાન્તિલાલ પિત્રોડા-રાજુભાઇ પિત્રોડાઅ સોૈનો આભાર માનેલ. રાસોત્સવની તસ્વીરો. (તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ,ધોરાજી) (૧.૧)

(12:01 pm IST)