સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ભાવનગરમાં પોલીસ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ

 ભાવનગર સુરક્ષા સેતુ અને પોલીસ પરિવાર દ્વારા નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિી રંગતાળી મહોત્સવ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગત રાત્રિના જાણીતા કલાકાર જીગલી ખજુરે હાજરી આપીને જમાવટ કરી હતી. તેને નિહાળવા તથા સાંભળવા હજારો લોકો ઉમટી પડયા હતા. અને મેદાન માનવ મેદનીથી છલકાઇ જવા પામ્યું હતુ.  આ પ્રસંગે વિવિધ રાજકીય, સામાજીક આગેવાનો તથા આમંત્રિતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે વિવિધ સમાજ દ્વારા ભાવનગરમાં નવરાત્રીના સુંદર આયોજન બદલ એસ.પી. પ્રવિણસિંહ માલનું સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયા ભાઇઓ- બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી તે પ્રસંગની તસ્વીર.

(12:00 pm IST)