સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ધોરાજીની ભૂલકા ગરબીમાં જયેશભાઇનું સન્માન

ધોરાજી : ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગૃપ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી અવિરત કોમી એકતાના પ્રતિક સમાન ભૂલકા ગરબી યોજાય છે. જેમાં હિન્દુ મુસ્લીમ સમાજની નાની નાની બાળાઓ ગરબા લે છે અને કોમી એકતાના દર્શન થાય છે. આ બજરંગ ગૃપ સંચાલીત ભૂલકા ગરબીમાં ૧૧૦૦ થી વધારે બાળાઓ એકી સાથે ગરબી લે છે એ જોવાનો નજારો કાંઇ ઔર જ હોય છે અને બજરંગ ગૃપની ભૂલકા ગરબી ખાતે ખેડુત નેતા અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનો અનેરો નાતો છે. દર વર્ષે ભૂલકા ગરબીની મુલાકાતે પધારતા હાલ તેઓની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના પુત્ર કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ પરંપરા જાળવી રાખી છે અને ભૂલકા ગરબીની મુલાકાતે આવતા બજરંગ ગૃપના પ્રમુખ સી.સી.અંટાળા તથા કાર્યકર્તાઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરેલ છે. સાથે ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાનું સન્માન કરાયુ હતુ તે તસ્વીર.(૪૫.૩)

 

(11:59 am IST)