સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ધોરાજીમાં ભુલકાઓની ગરબીની જમાવટ

 ધોરાજીઃ ધોરાજીમાં રામ મંદિર ચોક ભાકુંભાજીપરા વિસ્તારમાં ગોંડલ સ્ટેટ વખતની ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચારસો થી વધારે ભૂલકાંઓ ગરબા રમી રહ્યા છે. આ ભૂલકાં ગરબી દાતાઓના અપાર સહયોગ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનાં સહયોગથી આ ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવે છે માતાની આરાધનામાં ભૂલકાંઓ રાસ ગરબા રમે છે આ ભૂલકાં ગરબીમાં રોજેરોજ અલગ અલગ પ્રકારની લ્હાણી પણ ભૂલકાઓને આપવામાં આવે  છે અને આ ભૂલકાં ગરબીનાં આયોજક એવાં અરવિંદ કાપડિયા અને તેમનાં કાર્યકર્તાઓના પ્રયત્નથી ગરબીને સફળતા મળે છે. તસ્વીરમાં ભૂલકાઓ રાસે રમતા નજરે પડે છે. (તસ્વીર. ધર્મેન્દ્ર બાબરીયા)(૨૩.૨)

(11:58 am IST)