સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

પોરબંદર સાંદિપનિમાં કથા શ્રવણ કરાવતા દિવ્યાનંદતીર્થજીની તબીયત લથડીઃ રાજકોટ ખસેડાયા

જુનાગઢ તા. ૧૮ :.. પોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતનમાં સંત પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના ચાલી રહેલા અનુષ્ઠાનના આઠમા દિવસે ગઇકાલે બપોરની સત્સંગ ભાગવત કથાનું શ્રવણ કરાવવા ભાનુપુરા પીઠના શંકરચાર્ય દિવ્યાનંદતીર્થજી મહારાજની તબીયત બગડતાં તેમને પોરબંદરની ક્રિટીકલ કેર યુનિટમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી વિશેષ સારવાર માટે રાજકોટ ખસેડાતા તેમની તબીયત સ્થિર હોવાના સમાચાર પ્રાપ્ત થાય છે.

પૂજય દિવ્યાનંદતીર્થજી ગઇકાલે મોડી સાંજે સોમનાથ દર્શન કરી સવારે જયારે સાંદીપનિ વિદ્યાનિકેતન પરત ફર્યા હતા ત્યારે તેમને લો બ્લડ પ્રેસર થતાં તાત્કાલીક મહારાજશ્રીની સુવિધા માટે એનેસ્થેટિક ડો. કમલ મહેતા તાત્કાલીક પહોંચ્યા હતા તેઓ પહોંચ્યા તેમને તાત્કાલીક સારવાર કરી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તેમને વિશેષ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

(11:57 am IST)