સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

બોર્ડર (ભૂજ) એકમ એસીબીના મદદનીશ નિયામકનો ચાર્જ સંભાળતા કે. એચ. ગોહિલ

રૂપાવટી (રાજકોટ જી.ના) ચકચારી હત્યા કાંડનો ભેદ ઉકેલેલઃ કેશવકુમારના માર્ગદર્શનમાં ખેત તલાવડી કૌભાંડ ખોલેલ

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા રાજય પોલીસ તંત્રના યશસ્વી કારર્કિદી ધરાવતા કૃષ્ણકુમારસિંહ ગોહિલને ડીવાયએસપી પદે બઢતી મળતાં તેઓએ પોતાના નવા હોદાનો ચાર્જ સંભાળતાં કચ્છ - બનાસકાંઠા વિ.ના જીલ્લાના કટકીબાજોમાં ફફળાટ ફેલાયો છે.

ર૦૦૧ માં ડાયરેકટ પીએસઆઇ તરીકે ભરતી થઇ બીલખામાં પીએસઆઇ તરીકે નામના મેળવેલ. ગીરના સિંહોના શિકારવાળા મામલે આરોપીને પકડવામાં સીઆઇડી ક્રાઇમને મદદરૂપ બનેલ, ઉનાનો ચકચારી અશ્વિન બાંભણીયા હત્યા કેસના આરોપીને પકડેલ.

ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીમાં પોણા ત્રણ વરસ દરમ્યાન એટીએમમાંથી થયેલ ર૧ લાખની ચોરીનો ભેદ, બોપલ વિસ્તારની ધાડનાં આરોપી દીનુ ભાવલાને કુનેહપૂર્વક ઝડપેલ.

પીઆઇ તરીકે રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં તેઓએ અનેક અટપટા ગુન્હાનાં ભેદ ઉકેલેલા પણ પોતાની વૃધ્ધ સાસુને મારી પોતાનું મોત થયું હોય તેવું તરકટ રચના રૂપાવટીની સ્ત્રીનો ભેદ ઉકેલેલ. આ ઘટના પરથી ક્રાઇમ પેટ્રોલમાં આખો એપીસોડ તૈયાર કરી વારંવાર દર્શાવેલ.

ત્રાસવાદ વિરોધી દળમાં પ્રસંશનીય ફરજ બજાવનાર કૃષ્ણકુમારસિંહ ગોહિલે, રાજકોટ જીલ્લાના એક સમયના શિક્ષણાધિકારી, રેલ્વેના સુપર કલાસ-૧ અધિકારીને એસીબી જાળમાં સપડાવવા સાથે કચ્છના ચાર્જ દરમ્યાન એસીબી વડા કેશવકુમારનાં માર્ગદર્શનમાં ખેત તલાવડી કૌભાંડો બહાર લાવેલ. (પ-૧૦)

(11:57 am IST)