સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ઢાંકમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં રાસની રમઝટ બોલી

ઢાંક તા.૧૮ : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે વિવિધ ગરબી મંડળો દ્વારા શકિત અને ભકિતના પર્વ નવરાત્રીની ભકિતમય ઉજવણી થઇ રહી છે.

દરબારગઢ ચોકમાં વર્ષો જૂની જય અંબે ગરબી મંડળ દ્વારા નવરાત્રીપર્વની ઉજવણી થઇ રહી છે. આ ગરબી મંડળમાં નાની નાની બાળાઓ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી રહી છે. જય અંબે ગરબી મંડળમાંં રાસ રમતી બાળાઓ દ્વારા ખાસ કરીને માડી તારા અઘોર નગારા વાગે, બેડા રાસ, ટીપ્પણી રાસ,  ભુવા રાસ ખાસ ભારે જમાવટ કરે છે. જય અંબે ગરબી મંડળના પ્રમુખ દિલીપભાઇ નનકુભાઇ માંકડ, ડાયાભાઇ સુતરીયા, ભુપતભાઇ રાણપરીયા, મહેશભાઇ માલવીયા અને સુરેશભાઇ ડાંગર વગેરે નવરાત્રી પર્વ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

મેઇન બજારમાં આવેલ કાલિકા ગરબી ચોકમાં નાની નાની બાળાઓ દાંડીયારાસ સાથે ઝૂમી નાચી રહીને મા જગદંબાની આરાધના કરી રહે છે. આ ગરબાના સંચાલકમાં એક અનોખી માટીનો  માનવી રમેશ રાજયગુરૂ દ્વારા નવરાત્રી પર્વને રંગે ચંગે ઉજવણી થઇ રહી છે.

નવાપરા ગરબી ચોકમાં નવાપરા ગરબી મંડળ દ્વારા મા શકિતની ભકિત પૂજા અર્ચના અને ઉપાસનાનો પર્વ જગદંબાના પવિત્ર નવરાત્રીમાં બાળાઓ દ્વારા અવનવા રાસ ગરબાની જમાવટ કરે છે.(૪૫.૨)

(11:55 am IST)