સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

પોરબંદરમાં સંત ખાનુરામજી વરસી ઉત્સવ

ગુરૂ ગ્રંથ સાહેબ સમુહ જનોઇ જ્ઞાતિ અગ્રણીઓનું સન્માનઃ દર્દીઓને ફ્રુટ વિતરણ

પોરબંદર તા.૧૮: સિંધી સમાજમાં સંત ખાનુરામજીના ઉચ્ચ વિચારે અને આદર્શો પર ચાલતો સિંધી સમાજ દ્વારા આગામી તા. રર થી તા. ૨૮ સુુધી સમાજનાં સંત શિરોમણી પૂ. ખાનુરામજીની '૬૭મી' વરસી ઉત્સવને ભકિતભાવ પુર્વક ઉજવાશે. સાથે સમગ્ર જગતને રાહ ચિંધવા સિંધી સમાજ દ્વારા વ્યસાન મુકિત, બેટી બચાવો, ચક્ષુદાન અભિયાન જેવા લોકજાગૃતિનાં કાર્યક્રમો ઉજવાશે તેમ સંતશ્રી ખાનુરામજીના વંશજ એવા પૂ. સાંઘણી માતાનાં સુપુત્ર અને પોરબંદર ખાતે સ્થિત ગાદીપતિ સંત શ્રી દાંદુરામજીએ જણાવ્યું હતું.

તા.રર ના સોમવારે સવારે ૯ કલાકે સિંધી સમાજના તમામ ભાઇ-બહેનો લક્ષ્મીનગર ખાતે આવેલ શ્રી ગુરૂનાનક મંદિરે ભેગા થશે. શ્રી ગુરૂનાનક મંદિરેથી ગુરૂગ્રંથ સાહેબને વાજતે ગાજતે મેમણવાડા ખાતે સંતશ્રી ખાનુરામજીના મંદિરે શ્રી ગુરૂગ્રંથ સાહેબના પાઠને વિધિવત બિરાજમાન કરાશે. શ્રી ગુરૂગ્રંથ સાહેબનું પુજન થશે અને ભજન કિર્તનનો કાર્યક્રમ થશે.

સંત ખાનુરામજીની '૬૭મી' વરસી ઉત્સવ નિમિતે સિંધી સમાજ અબાલવૃદ્ધ તમામ ઉંમરની વ્યકિત માટે અનેકવિધ સાંસ્કૃતિક, સામાજીક, સેવાકિય કાર્યો રૂપે બે ડઝનથી પણ વધુ પ્રવૃતિઓ આ સપ્તાહ દરમ્યાન યોજાશે.

તા.રર-૧૦-૨૦૧૮ના સોમવારે સવારે ૯ કલાકે સાપ્તાહિક પાઠ સાહેબ વિધિવત મંત્રોચ્ચાર સાથે આરંભ થશે તેમજ દરરોજ સવાર-સાંજ સાત-સાત દિવસ સુધી વડોદરાના નામી કલાકાર ભગત પ્રકાશભાઇ અને પોરબંદરના સંતશ્રી ખાનુરામ બાલક મંડળી પોતાની સાથી કલાકારો સાથે સંતવાણીનો કાર્યક્રમ રજુ કરશે.

તા. રર-૧૦-૨૦૧૮ના સોમવારે સાંજે પ કલાકે હિન્દુ સ્મશાન ભૂમિમાં આવેલ શ્રી ખાનુરામજીના મંદિરે સિંધી સમાજના ભાઇ-બહેનો માટે ભજન કિર્તનનો ભવ્ય કાર્યક્રમ થશે.

તા.૨૩-૧૦-૨૦૧૮ના મંગળવારે સાંજે ૬ કલાકે વરસી ઉત્સવ નિમિતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં તમામ દર્દીઓને ફ્રુટ વિતરણ કરાશે. જેમાં તમામ દર્દીઓને વેફર, બિસ્કીટ, સફરજન, કેળા, ચીકુ, મોસંબીની કીટ બનાવીને આપવામાં આવશે.

વરસી ઉત્સવમાં તા. ર૭ ના શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે સંત શ્રોમણી શ્રી ખાનુરામ સાહેબ પૂજય માતા સાધણી સાહેબજીના મંદિરે મેમણવાડા ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આ વખતે ઇન્ટરનેશનલ સિંગર તેમજ હાસ્ય કલાકાર પરમાણંદ પસીનો ભવ્ય કાર્યક્રમ થશે. તે પછી રાજકોટના મશહુર કલાકાર કાસમ કવાલ પોલાના સાથી કલાકારો સાથે કાર્યક્રમ રજૂ કરશે. બન્ને કાર્યક્રમોનો લાભ લેવા અપીલ કરાઇ છે. અને આ વખતે પહેલી જ વાર બન્ને પ્રોગ્રામોમાં અલગ અલગ વેશભુષાઓનો લાઇવ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

તા. ર૭ ના શનિવારે રાત્રે ૧૦ કલાકે પોરબંદરના બાળકો અલગ-અલગ વેશભુષા ધાણ કરીને કાર્યક્રમો રજૂ કરશે. ભાગ લેનાર તમામ બાળકોને સંત શ્રોમણી શ્રી ખાનુરામ સાહેબ વરસી ઉત્સવ તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

સંત શ્રોમણી શ્રી ખાનુરામજીની ૬૭ મી વરસી ઉત્સવમાં સ્થાનીક તેમજ બહારગામથી આવતા ભકતજનો માટે મેડીકલ સેવા વિનામુલ્યે પુરી પાડવામાં આવશે. જેમાં સિંધી સમાજના ડો. દિપક રંગવાણી, ડો. હિતેષ રંગવાણી, ડો. રશ્મી રંગવાણી, ડો. મુકેશ પારવાણી પોતાની સેવા વિનામુલ્યે આપશે. જરૂરીયાત મુજબ દવાઓ પણ વિનામુલ્યે તા. ર૮ રવિવારે સવારે ૧૦ કલાકે લોહાણા મહાજનવાડી મંડીના રાખેલ છે.

સમુહ જનોઇ અને જ્ઞાતિ અગ્રણીઓનું સન્માન સમારંભ

સિંધી સમાજમાં પોતાનું સેવાકિય સમય આપીને સતત સમાજનું વર્ષો વર્ષથી સેવા કરતાં જ્ઞાતિ આગેવાનોનું આ વખતે તા. ર૮ ને રવિવારે સવારે ૧૧ કલાકે સમાજના સંતોની ઉપસ્થિતીમાં શાલ ઓઢાડીને સન્માન કરાશે.

તેમજ ર૮ ના રોજ સવારે સાડા નવ વાગ્યે સમુહ જનોઇનો કાર્યક્રમ લોહાણા મહાજન વંડીમાં યોજાશે જેમાં માત્ર પોરબંદરના જ નહી પરંતુ રાજયભરના તથા રાજય બહારના શહેરોમાંથી આવેલા સિંધી સમાજના આગેવાનો તથા લોકો પોતાના સંતાનો માટે સંતશ્રી દાંદુરામજી ભગતના આશિર્વાદ મેળવી તેમની વિશ્ચર્યમાં જનોઇની પવિત્રવિધી દ્વારા યજ્ઞોપવિત ધારણ કરશે અને સોળ સંસ્કારમાં ના એક સંસ્કારને સ્વીકારી પોતાનું જીવન  ધાર્મિક રીતે જીવવાનો કોલ આપશે. આ સમુહ જનોઇમાં આ વખતે 'રપ' જેટલા બાળકોને મંદિરે તેમજ સિંધી સમાજના સ્થાનિક આગેવાનો દ્વારા તમામ બાળકોને આશ્વાસન ગીફટો આપવામાં આવશે.

રવિવારે સાંજે ચાર વાગ્યે સંત શ્રી ખાનુરામજી મંદિરે શ્રી ગુરૂગ્રંથ સાહેબના પાઠની પુર્ણાહુતિ થશે. પુર્ણાહુતિ બાદ તમામ ઉપસ્થિત ભાઇ-બહેનોને પ્રસાદ વિતરણ કરાશે.

સંધી સમાજના સંત અને ગાદીપતિ  પૂ.દાંદૂરામ ભગતના આશિર્વાદ થી સિંધી સમાજના સેંકડો યુવાનો ઘણા મહિનાઓથી સમગ્ર અયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સંત શ્રોમણી શ્રી ખાનુરામ સાહેબ વરસી ઉત્સવ દ્વારા સિંધી સમાજના આગેવાનો અને યુવાનોની કુલ ૩૧ જેટલી વિવિધ સમિતિઓ બનાવવામાં આવેલ છે. જેમાં સમિતિઓમાં (૧) સ્વાગત સમિતિ (ર) દેખરેખ સમિતિ,(૩) સમુહ જનોઇ સમિતિ (૪) દરરોજના કાર્યક્રમ સમિતિ (૫) આરોગ્ય સમિતિ (૬) સમુહ મહાપ્રસાદ સમિતિ (૭) ઉતારા વ્યવસ્થા સમિતિ (૮) સાંસ્કૃતિક પ્રોગ્રામ સમિતિ (૯) માહિતી કેન્દ્ર સમિતિ આ સિવાય કુલ ૩૧ જેટલી અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. દરેક સમિતિના અલગ અલગ ભેરમેનોની નિમણુંક દ્વારા જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ રીતે પાર પાડવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સિંધી સમાજના અગ્રણી અને સંતશ્રી ખાનુરામ મંદિરના મુલચંદભાઇ નવલાણી, સતિષભાઇ નવલાણી, રાજાભાઇ નવલાણી, સુનિલ નવલાણીએ યાદીમાં જણાવેલ છે.(૧.૯)       

(11:55 am IST)