સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

આજથી ૩ દિવસ રાજ્યમંત્રી વાસણભાઇ કચ્છના પ્રવાસે

ભુજ તા. ૧૮ : રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર આજે તા.૧૮થી ૨૦ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ આજે સવારે ૮.૩૦ કલાકે સ્વતીક પેકેજીંગ, માંડવી હાઈવે, નારણપર તા.ભુજ મધ્યે સ્વતીક પેકેજીંગ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. ૧૦ કલાકે ભાજપ કાર્યાલય, ભુજ ખાતે એકતા યાત્રા અંગેની બેઠકમાં હાજરી આપેલ. ત્યારબાદ સાંજે ૧૮ કલાકે ડીપીટી ગ્રાઉન્ડ, ટાગોર રોડ, ગાંધીધામ ખાતે રાવણ પૂતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને ૧૯.૩૦ કલાકે ઈફકો કોલોની, ઉદયનગર, ગાંધીધામ મુકામે રાવણ પૂતળા દહન કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તા.૧૯મીએ સવારે ૯.૩૦ કલાકે ભુવડ (તા.અંજાર) ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં હાજર રહેશે. બાદ ૧૦.૩૦ કલાકે મીઠા પસવારીયા તા.(અંજાર) ખાતે મોડલ આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ૧૭ કલાકે પીજીવીસીએલ સર્કલ ઓફીસ કમ્પાઉન્ડ, અંજાર ખાતે નવા વાહનોની ફાળવણી અંગેના કાર્યક્રમમાં હાજરી આપશે.

તા.૨૦મીએ સવારે ૯ કલાકે ટાઉનહોલ, ભુજ ખાતે સરદાર રથ યાત્રા પ્રસ્થાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન રાત્રિરોકાણ તેમના નિવાસસ્થાન રતનાલ ખાતે કરશે.

શ્રમ અને રોજગાર મંત્રી  દિલીપકુમાર ઠાકોર કચ્છમાં

રાજયના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તા.૧૯ એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૧૯મીએ રાત્રે ૨૧ કલાકે શ્રી મોમાય માતાજી મંદિર દેવસ્થાન જાગીર, મોમાયમોરા તા.રાપર-કચ્છ ખાતે ભાતીગળ મેળો તથા સંતવાણીના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે અનુકુળતાએ (દાંતરવાડા) હારીજ જિ.પાટણ જવા રવાના થશે.

નોકરી કરવા ઈચ્છુક  પૂર્વ સૈનિકોએ નોંધણી કરાવી લેવી

ગુજરાત ઈન્ડ્રસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ સોસાયટીમાં નોકરી કરવા ઈચ્છુક પૂર્વ સૈનિકોએ  પોતાના નામની નોંધણી કરાવવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજનો સંપર્ક સાધવો.(૨૧.૩)

(11:53 am IST)