સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

હળવદના વેગડવાવ ગામના લાપતા યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

૭ મહિના પહેલા લગ્ન થયેલા : ઘરેથી કહ્યા વિના ગયેલ

હળવદ તા. ૧૮ : સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના વેગડવાવાવઙ્ગ ગામનો ૨૮ વર્ષીય મુળજીભાઈઙ્ગ અગમ્ય કારણોસર ઘરેથી કોઈને કહ્યાં વગર નિકળી ગયો હતો.જયારે આજે સવારે દિઘડીયા ગામની સીમમાં આવેલ ઘાગંઘ્રા બ્રાંચ કેનાલ પાસે મોટરસાયકલ અને મોબાઈલ મળી આવતાં યુવાને કેનાલમાં ઝંપલાવ્યાનુ અનુમાન કરી શોધખોળ હાથ ધરી હતી.

વેગડવાવાવના યુવાન મુળજીભાઈ ના સાત મહિના અગાઉ જ લગ્ન થયાં હતાં ત્યારે આજે કેનાલમાં ઝંપલાવ્યાના સમાચાર મળતા પરિવાર શોકમાં ડુબી ગયો હતો.

જયારે બનાવની જાણ આજુબાજુના ખેડૂતોને પડતા કેનાલ પર દોડી આવ્યા હતા તેમજ ઘટનાની જાણ પોલીસને થતાં ફાયર બિગ્રેડ, નર્મદા નિગમના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી યુવાનની કેનાલમાં જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરી હતી.(૨૧.૧૪)

 

(11:52 am IST)