સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ભાણવડના ધ્રુમલી ગામનો ડ્રાઇવર રબારી શખ્શ પિસ્તોલ સાથે ઝબ્બે

ખંભાળીયા તા. ૧૮ : ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક રોહન આનંદ દેવભૂમિ દ્વારકાએ ગે.કા.હથીયારો શોધી કાઢવા માટે સુચના કરેલ જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.ના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એ.ડી.પરમાર મહમદભાઇ યુસુભાઇ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ, જેસલસિંહ ગુલાબસિંહ ખાનગી વાહનમાં ભાણવડ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

હકિકત વાળા ઇસમને ચેક કરતા તેના કબ્જામાંથી ગે.કા.પિસ્તોલ તથા જીવતો કાર્ટીસ જેની કુલ કિંમત ૧પ,૧૦૦ સાથે પકડી પાડી પિસ્તોલ, કાર્ટીસ તપાસ અર્થે કબ્જે કરેલ અને મજકુર આરોપી કાનાભાઇ ઉર્ફે કારો નારણભાઇ ચાવડા રબારી(ઉ.૩૧) ધંધો ડ્રાયવીંગ રહે.ધુમલી ગામ બગાધાર સીમ તા. ભાણવડ વધુ તપાસ માટે ભાણવડ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં હરપાલસિંહ દેવશીભાઇ, હરદેવસિંહ, વિરેન્દ્રસિંહ, ઇરફાનભાઇ, ધમભા, મહાવિરસિંહ, અરસીભાઇ, સુરેશભાઇ, ભીખાભાઇ, લખમણભાઇ કાર્યવાહીમાં જોડાયેલ હતા.(૬.૧૧)

(11:52 am IST)