સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા : ઠંડીનો ચમકારો

જો કે હજુ શિયાળો બરાબર જામતો નથી : સૂર્યનારાયણના : દર્શન સાથે જ આખો દિવસ અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે વહેલી સવારે અને મોડી રાત્રીના ઠંડીનો ચમકારો અનુભવાય છે અને આખે શિયાળા જેવું વાતાવરણ છવાઇ ગયું હતું અને જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાના આગમનના એંધાણ થઇ રહ્યા હોય તેવું વાતાવરણ છવાઇ જાય છે.

જો કે સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે બપોરે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા અસહ્ય ગરમી અનુભવાય છે.

આજે વહેલી સવારે ઝાકળવર્ષા થતા રસ્તા ઉપર વાહન વ્યવહારને ભારે અસર પડી હતી અને લોકોને શિાયાળા જેવા હવામાનનો અનુભવ થયો હતો.

રાજકોટ

રાજકોટ : શહેરમાં પણ જોરદાર ઝાકળવર્ષાનો  અનુભવ થયો હતો અને રાજકોટમાં ૯૩ ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું.(૯.ર)

કયા કેટલા ટકા ભેજ

 

શહેર

ભેજનું પ્રમાણ

અમદાવાદ

પ૬ ટકા

ડીસા

પ૮ ''

વડોદરા

૭૧ ''

સુરત

૮૪ ''

રાજકોટ

૯૩ ''

ભાવનગર

પ૩ ''

પોરબંદર

૮૮ ''

વેરાવળ

૯૩ ''

દ્વારકા

૮ર ''

ઓખા

૮ર ''

ભૂજ

૮૮ ''

નલીયા

૮ર ''

સુરેન્દ્રનગર

૬૯ ''

ન્યુ કંડલા

૮૬ ''

કંડલા એરપોર્ટ

૮૬ ''

ગાંધીનગર

૬૯ ''

મહુવા

૭૪ ''

દિવ

૮૮ ''

વલસાડ

૮૦ ''

વલ્લભવિદ્યાનગર

૭પ ''

(11:50 am IST)