સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

કચ્છમાં સ્વાઇન ફલૂથી વધુ એક મોત : અન્ય બે મોતના કિસ્સામાં બીજુ કારણ દર્શાવાતા ચર્ચા!!

સત્તાવાર ૨ મોત : હજી ૨ ની હાલત નાજુક

ભુજ તા. ૧૮ : કચ્છમા ધોમધખતા તાપ વચ્ચે સ્વાઇન ફલૂ એ ફફડાટ મચાવ્યો છે. જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જણાવાયા અનુસાર સ્વાઇન ફલૂના કારણે આદિપુરની ૪૫ વર્ષીય મહિલાનું ગાંધીધામ ની હોસ્પિટલ મા સારવાર દરમ્યાન મોત નીપજયું છે. જયારે હજી ૨ દર્દીઓ પૈકી અંજારના ૪૮ વર્ષીય પ્રૌઢ પુરૂષ દર્દીને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ઓકિસજન હેઠળ અને મેઘપર બોરીચી (અંજાર)ની ૪૫ વર્ષીય મહિલાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ માં સારવાર હેઠળ રખાયા છે. જેમની હાલત નાજુક છે.

જોકે, કચ્છના આરોગ્યતંત્ર દ્વારા સ્વાઇન ફલૂ પોઝિટિવ ધરાવતા ૨ દર્દીઓ ના મોત માટે અન્ય કારણ દર્શાવાતા ચર્ચા જાગી છે. બેરાજા (મુંદરા)ના ૭૫ વર્ષીય વૃદ્ઘ નું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. પણ, સ્વાઇન ફલૂથી પીડિત આ વૃદ્ઘના મોત માટેનું કારણ કદાચ વાલ્વ અથવા કીડીની ની બીમારી હોઈ શકે છે, એટલે તબીબી પેનલ હવે એ વૃદ્ઘ ના મોત નું કારણ નક્કી કરશે. તો ગત મે મહિના માં ૧૦/૫ ના સ્વાઇન ફલૂ પોઝિટિવ ધરાવતા દુર્ગાપુર (માંડવી) ના ૪૦ વર્ષીય પુરૂષ દર્દીના મોત નું કારણ હવે ૧૭/ ૧૦ ના પાંચ મહિના પછી એકાએક હૃદય ના વાલ્વ ની બીમારી દર્શાવાતા મોત ના કારણે ચર્ચા જગાવી છે.  સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા સ્વાઇન ફલૂ થી થતા મોત ના આંકડા છુપાવવવાના કરાઈ રહેલા આવા પ્રયાસોને ટીકાનો સામનો કરવો પડી શકે છે.

(11:48 am IST)