સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

જામજોધપુરના સીદસરના જયસુખ બથવારનું ઝેરી દવા પી જતાં મોત

રાજકોટ તા. ૧૭: જામજોધપુરના સીદસર ગામે રહેતાં જયસુખભાઇ સામતભાઇ બથવાર (ઉ.૩૦) નામના યુવાનનું ઝેર પી લેવાથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જયસુખ બથવારે ગઇકાલે સવારે જયંતિભાઇ પટેલની વાડીએ ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સાંજે દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ જામજોધપુર પોલીસને જાણ કરી હતી. કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:01 pm IST)