સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th September 2021

મોટીમારડ ગામે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ મહિલા સહિત ૧૦ પકડાયા

ચિચોડ ગામે જુગાર રમતા બે પકડાયા'ને સાત શખ્સો નાસી છુટયાઃ પાટણવાવ પોલીસના દરોડા

રાજકોટ તા. ૧૮ : પાટણવાવ પોલીસે મોટીમારડ ગામે જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગાર રમતી ૬ મહિલા સહિત ૧૦ને ઝડપી લીધા હતા. જયારે ચિચોડ ગામે જુગાર રમતા બે શખ્સો પકડાયા હતા. અને પાંચ શખ્સો નાસી છુટયા હતા.

બીજા દરોડામાં પાટણવાવ પોલીસ મથકના પો.કો.પારસભાઇ જાંબુડીયા સહિતના સ્ટાફે ચીચોડ ગામે રેઇડકરી જાહેરમાં જુગાર રમતા નાગજી જોધાભાઇ ડાભી તથા જયદીપ રાજેશભાઇ દયાતર રે. ચિચોડને રોકડા રૂ.૧૦૯૦ સાથે ઝડપી લીધા હતા.

જયારે આ રેઇડ દરમિયાન મનીષ લાલજી કોરડીયા વિશાલ સુખદેવ મજેઠીયા, કૌશીક વિનોદભાઇ મજેઠીયા, વિજય બટુકભાઇ મજેઠીયા તથા જયેશ ઉર્ફે ચીકુ વલ્લભભાઇ કોળી રે. ચિચોડ તથા અન્ય બે ઇસમો મળી કુલ સાત  શખ્સો નાસી છુટતા તમામની શોધખોળ હાથ ધરાઇ છે.

મોટી મારડ ગામે પ્રવિણ ઉર્ફે ગીડો કાનજીભાઇ પરમાર તેના મકાનમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા પી. એસ. આઇ. વાય. બી. રાણા તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા મકાન માલીક (૧) પ્રવિણ ઉર્ફે ગીડો (ર) મીનલ વિનોદભાઇ ચૌહાણ, (૩) રમેશ ઉર્ફે ઉકો કાનજીભાઇ પરમાર (૪) સંજય ઉર્ફે ચચો ભરતભાઇ પંચાળા, (પ) મીનાબેન ભરતભાઇ પંચાળ, (૬) કવીતાબેન વિનોદભાઇ ચૌહાણ (૭) રાણીબેન રમેશભાઇ બગડા (૮) મધુબેન રામજીભાઇ પરમાર (૯) શાંતાબેન કાનાભાઇ પરમાર તથા (૧૦) લાભુબેન વા-ઓ અશોકાઇ પરમાર, રે. મોટીમારડને રોકડા રૂ. પ૩૬૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

(2:56 pm IST)