News of Saturday, 18th September 2021
જસદણના કનુભાઇ હીરપરા જિલ્લા સહકારી પ્રેસની ચૂંટણીમાં બિનહરીફ
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૮ :.. રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી. રાજકોટની ચૂંટણીમાં સહકારી અગ્રણી અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીંગ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાની પેનલના તમામ ૧૦ ઉમેદવારો બિનહરીફ થયેલ છે એમાં જસદણમાંથી મંડળીના પ્રમુખ કનુભાઇ ભાણાભાઇ હિરપરા બિનહરીફ જાહેર થયેલ છે.
(10:36 am IST)